નવા વર્ષ 2023ના પહેલા જ દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિરોમાં દેવી-દેવતાઓના દર્શન કરવા માટે સેંકડો લોકો લાઈન લગાવતા જોવા મળ્યા હતા. નવા વર્ષમાં લોકો દેવી-દેવતાઓના દર્શન કરીને આ વર્ષ શ્રેષ્ઠ બને તેવી પ્રાર્થના કરી હતી.
જમ્મુના માતા વૈષ્ણો દેવી મંદિરથી લઈને ઓડિશાના પુરીના જગન્નાથ મંદિર સુધી નવા વર્ષે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને અન્ય રાજ્યોમાંથી મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. 2023 ના પ્રથમ સૂર્યોદયના સાક્ષી તરીકે લોકોએ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરી પ્રાર્થના કરી હતી.
જમ્મુ અને કાશ્મીર
નવા વર્ષ 2023ના પહેલા દિવસે સેંકડો ભક્તો જમ્મુના કટરામાં માતા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચ્યા હતા. જેમણે આ વર્ષ શ્રેષ્ઠ બનાવવા માટે શુભેચ્છાઓ માંગી હતી. માતા વૈષ્ણોદેવીના દર્શન માટે સવારથી જ હજારો ભક્તોની લાઈન લાગી હતી.
મહારાષ્ટ્ર
2023ના પ્રથમ દિવસે મુંબઈના પ્રતિષ્ઠિત સિદ્ધિવિનાયક મંદિરમાં સવારની આરતી માટે અને ગણેશજીના આશીર્વાદ ભક્તો એકઠા થયા હતા. મુંબઈના સ્થાનિક લોકો ઉપરાંત દેશ-વિદેશના ભક્તો પણ જગપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા આવે છે.
મધ્ય પ્રદેશ
નવા વર્ષની પહેલી સવારે ભગવાન મહાકાલની આરતી માટે ભક્તો ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ઉમટી પડ્યા હતા. મંદિરમાં દરરોજ સવારની જેમ ભગવાન શિવની ભસ્મ આરતી કરવામાં આવી હતી. કહેવાય છે કે આ મંદિરમાં શિવને જગાડવા માટે આરતી કરવામાં આવે છે.
ઉત્તર પ્રદેશ
વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવા માટે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. વારાણસીમાં અસ્સી ઘાટ પાસે સવારે ‘ગંગા આરતી’ કરવામાં આવી હતી.
ઓડિશા
ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથના મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અહીં લોકોએ વર્ષના પ્રથમ સૂર્યોદય માટે સૂર્ય ભગવાનને પ્રાર્થના પણ કરી હતી. નવા વર્ષને આવકારવા માટે પ્રખ્યાત રેત કલાકાર સુદર્શન પટનાયકે પુરીના દરિયા કિનારે ભગવાન જગન્નાથની 8 ફૂટ ઊંચી અને 15 ફૂટ લાંબી રેતીની મૂર્તિ બનાવી હતી.
તમિલનાડુ
તમિલનાડુમાં મોટી સંખ્યામાં મંદિરો છે. રવિવાર એટલે કે જાન્યુઆરી 01, 2023 ના રોજ, ભગવાન મુરુગનના દર્શન કરવા માટે ચેન્નાઈના વડાપલાની મુરુગન મંદિરમાં ભક્તોની વિશાળ ભીડ ઉમટી હતી. ચેન્નાઈના અન્ના નગરના એક ચર્ચમાં પણ ભીડ જોવા મળી હતી. કોઈમ્બતુરના બેબી જીસસ ચર્ચમાં પણ પ્રાર્થના કરવામાં આવી હતી.
#WATCH | Tamil Nadu: Devotees line up to offer prayers at Vadapalani Murugan Temple in Chennai, on the occasion of #NewYear2023 pic.twitter.com/ULQs9TAOjo
— ANI (@ANI) January 1, 2023