અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષ જો બાઇડેનની સરકારમાં વધુ એક ભારતીય મૂળના મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે. જો બાઇડેને ભારીય મૂળના નીરા ટંડનની ડોમેસ્ટીક પોલીસી એડવાઇઝર તરીકે નિમણૂંક કરી છે. તેમની નિમણૂંક પ્રવર્તમાન સલાહકાર સુસાન રાઇસની જગ્યાએ કરવામાં આવી છે. આ નિર્ણય બાદ નીરા ટંડન વ્હાઇટ હાઉસની સલાહકાર સમિતિનું નેતૃક્વ કરનારા ભારતીય મૂળના પહેલાં મહિલા અધિકારી હશે.
આ સંદર્ભે વાત કરતાં જો બાઇડેને કહ્યું કે મને જાહેર કરતાં આનંદ થાય છે કે હવે નીરા ટંડન એમેરિકાના ડોમેસ્ટીક પોલીસી એડવાઇઝર હશે. નીરા ટંડનનું જ્ઞાન, ચીવટભરી કામગીરી અને રાજકીય બાબતોના અભ્યાસનો દેશને ફાયદો થશે.
વધુમાં તેમણે પ્રવર્તમાન સલાહકાર સુસાન રાઇસનો આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે પાછલાં બે વર્ષમાં સુસાસ રાઇસે ડોમેસ્ટીક પોલીસી એડવાઇઝર તરીકે ખૂબ જ સરસ કામગીરી કરી છે. તેમીન આ સેવા બદ્દલ અમે તેમના આભારી છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે નીરા ટંડનનો જન્મ મેસાચ્યુસેટ્સમાં થયો હતો. તેમણે કેલિફોર્નિયા અને યેલ યુનિવર્સિટીમાંથી તેમનું શિક્ષણ પૂરું કર્યું છે. તેમને સાર્વજનીક ધોરણ બાબતે કામ કરવાનો બહોળો અનુભવ છે. તેઓ અત્યાર સુધી અમેરિકાના ત્રણ રાષ્ટ્રપતી સાથે કામ કરી ચૂક્યા છે. ઉપરાંત નીરા ટંડને ડાબેરી વિચારધારાની થિંકટેન્ક તરીકે ઓળખાતા સેંટર ફોર અમેરિકન પ્રોગ્રેસ (સીએપી)ના અધ્યક્ષા અને મુખ્ય કાર્યકારી પદની જવાબદારી પણ સંભાળી છે. તેઓ હિલેરી ક્લિંટનના વિશ્વાસુ સહકારી તરીકે ઓળખાય છે.