- ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના કમ્પુટરમાં ટેક્નિકલ ખામી
- પ્રવાસીઓને હાલાકી, હજારો પ્રવાસીઓ અટવાયા એયરપોર્ટ પર
અમેરિકાઃ દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકામાં વિમાનસેવા પૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હોવાના અહેવાલો આવી રહ્યા છે. આને કારણે પ્રવાસીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ફ્લાઈટ શટ ડાઉનને કારણે 1200 જેટલી ફ્લાઈટ પર તેની અસર જોવા મળી છે, જ્યારે 93 જેટલી ફ્લાઈટ રદ કરવી પડી છે.
દરમિયાન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના કમ્પુટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાને કારણે આખા યુનાઈટેડ સ્ટેટ્સની ફ્લાઈટ સર્વિસ પર તેની અસર જોવા મળી રહી હોવાનું યુએસ મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર યુએસ ઈસ્ટર્ન ટાઈમ પ્રમાણે સવારે 6.30 વાગ્યા સુધી યુનાઈટેડ સ્ટેટ્સ સહિત બહારની 700થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી છે.
The FAA is working to restore its Notice to Air Missions System. We are performing final validation checks and reloading the system now.
Operations across the National Airspace System are affected.
We will provide frequent updates as we make progress.
— The FAA ✈️ (@FAANews) January 11, 2023
આ બધી ધમાલ વચ્ચે એફએએ એર મિશન સિસ્ટમને ફરી કાર્યરત્ કરવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે. આ ખામીને કારણે નેશનલ એરસ્પેસ સિસ્ટમનું કામકાજ પણ પ્રભાવિત થયું છે.
ભારતમાં અમેરિકાની ઉડ્ડયન સેવા પર કોઈ અસર જોવા નથી મળી. ડીજીસીએના વડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હજી સુધી ભારતમાં અમેરિકાના ફ્લાઈટ શટ ડાઉનની અસર જોવા નથી મળી અને મુંબઈ એયરપોર્ટ પર બધું બરાબર ચાલી રહ્યું છે.