અમેરીકામાં સિલિકોન વેલી બેંક બાદ સિગ્નેચર બેંક પણ ડૂબી જતા બેન્કિંગ ક્રાઈસીસના વાદળો ઘેરાઈ રહ્યા છે. એવામાં બાઈડેન સરકાર આકરી ટીકાનો સામનો કરી રહી છે. એવામાં સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જો બાઈડેનને અમેરિકન બેંકોની સ્થિતિ વિશે સવાલો પુછાતા તેઓ પોડિયમ છોડીને જતા રહ્યા હતા.
સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકના ડૂબવાના મુદ્દે સરકારનો પક્ષ રજૂ કરવા જો બાઈડેને આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ દરમિયાન કેટલાક પત્રકારે તેમને પૂછ્યું કે શું તમે અમેરિકનોને ખાતરી આપી શકો છો કે બેંક ડૂબવાની ઘટનાઓની કોઈ વિપરીત અસર નહીં થાય? અને અમેરિકામાં હજુ બીજી કોઈ બેંક પડી ભાંગે ખરી? આ દરમિયાન જો બાઈડેન પોડિયમ પરથી પાછળ હટી ગયા અને પત્રકારોના સવાલોને અવગણી કોઈ જવાબ આપ્યા વિના રૂમમાં ચલ્યા ગયા હતા.
🇺🇸 Joe Biden during his speech convinces Americans that they can be confident in the security of the US banking system.
By tradition, Biden did not answer any of the journalists’ questions and hurriedly left immediately after the emergency press conference. pic.twitter.com/L1RBkd4nos
— 𝕯𝖆𝖛𝖎𝖉 É𝕴𝕽𝕰 🇷🇺 ❤ 🇮🇪 (@DAVIDOD50) March 13, 2023
“>
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોએ બાઈડેનની મજાક ઉડાવી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે જો બાઈડેને પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે છોડી દીધી હોય. આ પહેલા ચીનના જાસૂસી બલૂન પર સવાલ-જવાબ દરમિયાન બઈડેન જવાબ આપ્યા વિના જ પ્રેસ કોન્ફરન્સ છોડી ચાલ્યા ગયા હતા.