એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં એક પ્રવાસી દ્વારા મહિલા પર પેશાબ કરવાના કિસ્સામાં ટાટા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને રવિવારે નિવેદન કર્યું છે. ચેરમેને તેમનું નિવેદન વ્યક્ત કરતા કહ્યું છે કે આ કેસમાં એર ઈન્ડિયાનો રિસપોન્સ ઝડપથી આપવાનું જરુરી હતું.
એક નિવેદનમાં ચેરમેને કહ્યું છે કે આ કેસમાં અમારે જેટલી ઝડપથી ઉકેલ લાવવાનો હતો તે કરવામાં અમે નિષ્ફળ રહ્યા હતા. એના પૂર્વે એવિયેશન ઈન્ડસ્ટ્રીઝ પર નજર રાખનારી સરકારી સંસ્થા ડીજીસીએ પણ આ કેસમાં એર ઈન્ડિયાની ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ ટાટા ગ્રૂપના ચેરમેનનું આ નિવેદન આવ્યું છે. આ કેસમાં એર ઈન્ડિયાની પ્રતિક્રિયા ઝડપી અને તાત્કાલિક આવવાનું જરુરી હતું. અહીં એ જણાવવાનું કે ગયા વર્ષે 26મી નવેમ્બરના એર ઈન્ડિયાની ન્યૂ યોર્કથી નવી દિલ્હીની ફ્લાઈટમાં દારુના નશામાં ધૂત એક શખસે એક મહિલા પ્રવાસી પર પેશાબ કર્યો હતો. મહિલા વયોવૃદ્ધ હતી અને આ બનાવ બિઝનેસ ક્લાસમાં બન્યો હતો. આ કેસમાં પેશાબ કરનારા આરોપી (શંકર મિશ્રા)ને દિલ્હી પોલીસે બેંગલોરથી ધરપકડ કરી હતી.