અત્યારે સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદ પ્રકરણ ખૂબ જ ગરમાયું છે અને રોજ નવા નવા લોકો આ વિવાદમાં ઝંપલાવે છે. આ જ અનુસંધાનમાં આગળ વધીને ઉર્ફીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરીને તેને એક ખાસ પ્રકારની એલર્જીનો ખુલાસો કર્યો છે.
ઉર્ફીએ પોતાના પગનો ફોટો પોસ્ટ કરીને નીચે લખ્યું છે કે મને કપડાંની એલર્જી છે… ફોટોમાં ઉર્ફીના પગ પર લાલ લાલ નાની નાની ફોલ્લીઓ જોઈ શકાય છે. તેણે પોતાને કપડાંની એલર્જી હોવાનું સ્પષ્ટ કર્યું હતું અને એવું જણાવ્યું હતું કે હું પૂરા કપડાં પહેરું તો મને એલર્જી થાય છે.
પોતાની આ વિચિત્ર એવી એલર્જીને કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. ઉર્ફી અવારનવાર પોતાની વિચિત્ર ફેશન સેન્સ અને કોમ્બિનેશનને કારણે ચર્ચામાં આવતી હોય છે. એમાં પણ અત્યારે તો તેને કારણે રાજકીય વાતાવરણમાં પણ ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર હાલમાં ચિત્રા વાઘ VS ઉર્ફી જાવેદ એવું ચિત્ર જોવા મળી રહ્યું છે. પોતાની ફેશનને કારણે અત્યાર સુધી ચર્ચામાં રહેતી ઉર્ફી હવે પોતાની આ વિવાદાસ્પદ ટ્વીટને કારણે ચર્ચામાં આવી છે.