સોશિયલ મીડિયા સેન્સેશન અને ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં છે અને તેનું કારણ છે તેનો નવો વીડિયો. અભિનેત્રીનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છવાયેલો છે.
સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ દરેક વખતે તેના નવા નવા કારનામાથી દરેકનું ધ્યાન ખેંચે છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક નવું અને અનોખું લાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેના ફેન્સને સરપ્રાઈઝ કરતી રહે છે. આ દરમિયાન ઉર્ફી જાવેદે પોતાનો નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. અભિનેત્રી આ વખતે વીડિયોમાં જે પરાક્રમ રજૂ કરી રહી છે, લોકો તેને જોતા જ રહી ગયા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઉર્ફી વાદળી રંગના લાંબા કોટ અને પેન્ટમાં જોવા મળી રહી છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે બ્રેલેટને બદલે અભિનેત્રીએ પોતાના લુકને ક્રિએટિવ બનાવવા માટે બે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો છે. ઉર્ફીએ ઇનરવેરને બદલે ફોનનો ઉપયોગ કરીને તેની બોલ્ડનેસમાં એક અદ્ભુત સ્પર્શ ઉમેર્યો છે.
આ વીડિયો પર ખૂબ જ ઓછા સમયમાં લાખો લાઈક્સ અને કોમેન્ટ આવી છે. પોતાની પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ફૂલી ચાર્જ્ડ. એક તરફ ઉર્ફીના ચાહકો તેની ક્રિએટિવિટીના વખાણ કરતા થાકતા નથી. તો બીજી તરફ કેટલાક યુઝર્સ તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. પરંતુ ઉર્ફી જાવેદને યુઝર્સની કોમેન્ટથી કોઈ ફરક પડ્યો નથી. વીડિયોમાં એક્ટ્રેસના લુકની વાત કરીએ તો ઉર્ફીએ આ વીડિયોમાં પોતાના વાળને બનમાં બનાવ્યા છે અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક પૂરો કર્યો છે.
View this post on Instagram
“>