ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
તૈર રહી થી વો
પતઝર કા થા આરંભ
ઔર તૈર રહી થી વો
અપને જીવન કે પતઝર મેં
પીલે પત્તી-સી
ઔર ઉન્મુક્ત.
– કમલા દાસ
ભારતની ભગિની ભાષા મલયાલમ અને વિદેશી ભાષા અંગ્રેજીમાં કવિતા, વાર્તા, નવલકથા અને નિબંધ લખનાર કમલા દાસે માત્ર ૬ વર્ષની કાચી વયે પાકી કવિતાઓ લખવાનો આરંભ કર્યો હતો. તેમનાં લેખનના કેન્દ્રમાં માણસ રહ્યો છે. તેમનાં કાવ્યોમાં નારીના આંતર-બાહ્ય સંબંધોનું વિસ્મય વ્યક્ત થયું છે.
તેમાં સ્ત્રીની પીડા અને જખ્મો તેમ જ માનવ સ્વભાવનું નિરૂપણ થયું છે. તેમણે તેમનાં કાવ્યોમાં પ્રેમની સાથે જાતીય આવેગો પણ વણી લીધા છે. તેમનાં પ્રેમ કાવ્યોમાં રોમાંચ છે, વિષાદ છે, જિજીવિશા પણ છે.
તેમનો જન્મ ૩૧ માર્ચ ૧૯૩૪ના દિવસે કેરાલાના ત્રિચુર જિલ્લાના પુન્યારકુલમ ગામમાં સંસ્કારી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ વી. એમ. નાયર અને માતાનું નામ બાલામણિ હતું. તેમનું ઉપનામ માધવી કુટ્ટી હતું. આ નામથી તેઓ મલયાલમ ભાષામાં સર્જન કરતાં હતાં.
રૂઢિચુસ્ત પરિવારમાં જન્મેલાં કમલાનાં લગ્ન માધવદાસ સાથે કેવળ ૧૬ વર્ષની વયે કરી નખાયાં હતાં. તેમનું દાંપત્યજીવન બહુ સુખી નહોતું. વળી કમલાને પતિ
પાસેથી પ્રેમ પણ મળ્યો નહોતો. આથી
આ કવયિત્રીએ વિદ્રોહનો માર્ગ અપનાવ્યો હતો.
મલયાલમ ભાષામાં તેમના કુલ મળીને ૧૨ કાવ્ય-સંગ્રહોનું પ્રકાશન થયું છે. ‘સમર ઈન કલકત્તા’ (૧૯૬૫), ‘ધ ડિસેન્ડેન્ટ્સ’ (૧૯૬૭) અને ‘ધ ઓલ્ડ પ્લે હાઉસ ઍન્ડ અધર પૉએમ્સ (૧૯૭૩)માં તેમનાં અંગ્રેજી કાવ્યો ગ્રંથસ્થ થયાં છે. તેમની મોટા ભાગની રચનાઓમાં દાંપત્યજીવનની પોકળતા, ઘરેલું જિંદગીમાં પુરુષોનું આધિપત્ય અને રતિરાગને સંબંધિત અનુભૂતિ વ્યક્ત થતી જોવા મળે છે.
‘પ્યાર’ નામનાં તેમનાં નાનકડાં કાવ્યમાં તેમણે તેમની આત્મકથાનાં પાનાં જાણે ખુલ્લાં મૂકી આપ્યાં છે. પતિનો પ્રેમ
પામવા માટેની ઝંખના આ ગદ્ય કવિતામાં રજૂ થઈ છે:
તુમ્હેં પાને તક
મૈંને કવિતાએં લિખિ,
તસ્વીરે બનાઈ,
ઔર દોસ્તો કે સાથ
ગઈ બહાર
સૈર કે લિયે.
ઔર અબ
મૈં તુમ્હેં પ્યાર કરતી હૂં
એક બૂઢે પાલતૂ કુત્તે કી
માનિન્દ લિપટી.
મેરા જીવન બસા હૈ
તુમ મેં
એક ભારતીય સ્ત્રીમાં રહેલી આશા અને ભયની લાગણીનું તેમની કેટલીક કવિતામાં રસાયણ થતું જોવા મળે છે.
રૂઢિચુસ્ત અને પરંપરામાં વળગેલા સમાજમાં સ્ત્રીની સ્થિતિ અને સ્થાન ક્યાં છે તેનું તેમણે તેમનાં કાવ્યોમાં આબેહૂબ નિરૂપણ કર્યું છે. આ સંદર્ભમાં ‘કીડે’ નામની કવિતા જુઓ
સાંજ ઢલે, નદી કે તટ પર
કૃષ્ણને આખિરી બાર ઉસે પ્રેમ કિયા
ઓર ચલે ગયે ફિર ઉસે છોડ કર
ઉસ રાત અપને પતિ કી બાહોં મેં
ઐસી નિષ્ચેટ પડી થી રાધા
કિ જબ ઉસને પૂછા:
‘ક્યા પરેશાની હૈ?
ક્યા બુરા લગ રહા હૈ
તુમ્હે મેરાં ચુમના, મેરા પ્રેમ.’
તો ઉસને કહા: ‘નહીં: બિલકુલ નહીં’.
લેકિન સોચા:
‘ક્યા ફર્ક પડતા હૈ કિસી લાશ કો…
કિસી કીડે સે કાટને સે.’
કમલા દાસની કવિતાની જેમ તેમની આત્મકથા ‘માય સ્ટોરી’ પણ ખૂબ જ વિવાદાસ્પદ રહી છે. તેમણે તેમની આત્મકથા મલયાલમ ભાષાના એક અઠવાડિકમાં કટાર લેખનના સ્વરૂપમાં
લખી હતી.
તેમણે તેમાં માત્ર પોતાની કથા વ્યથા જ નહીં પણ નારી આલમની પીડા, દર્દ, વેદનાનું કશા સંકોચ વગર બયાન કર્યું છે. પુરુષ પ્રધાન સમાજમાં પોતાની ઓળખ અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક નારી શું કરી શકે? કેમ કરી શકે? તેના મુદ્દા આ આત્મકથાનાં પ્રાણ સમા છે અને તેને વ્યક્ત કરાયા છે.
તેમણે તેમની આત્મકથામાં લખ્યું છે: ‘મૈં અપને જીવન કો કંઈ અનુભવોં સે ભરના ચાહતી થી, ક્યોં કિ મુઝે વિશ્ર્વાસ નહીં હૈ કિ કોઈ દોબારા જન્મ લે સકતા હૈ.
ઈસલિયે મૈં ચિત્રકાર, કવિ, એક અચ્છી મિત્ર, એક અચ્છી માં – યાની હર તરહ કા અનુભવ યહીં હાસિલ કર લેના ચાહતી થી. એક સ્ત્રી કો કુછ ભી બનને સે પહલે એક અચ્છી પત્ની, એક અચ્છી માં કે રૂપ મેં ખુદ કો સાબિત કરના પડતા હૈ. ઔર ઈસ કા મતલબ હૈ વર્ષોં કા ઈન્તેજાર.
લેકિન મેરે પાસ ઈન્તેજાર કરને કા સમય નહીં થા. ઈસલિયે મૈંને જીવન કે શુરૂઆતી દૌર સે હી લિખના પ્રારંભ કર દિયા. આમ તેમનું જીવન અને લેખન-સર્જન સમાન્તરે ઘડાતું ગયું હતું.
‘આલ્ફાબેટ ઑફ લસ્ટ’ (૧૯૭૬) તેમની અંગ્રેજી નવલકથા છે. તો ‘અ ડોલ ફોર ધ ચાઈલ્ડ પ્રોસ્ટીટયૂટ’ (૧૯૭૭) તેમનો વાર્તાસંગ્રહ છે. મલયાલમ ભાષામાંય તેમણે નોંધપાત્ર નવલકથાઓ આપી છે.
મલયાલમ ભાષામાં પ્રદાન કરનાર આ કવયિત્રી લેખિકાને ૧૯૬૩માં મનીલામાં પી. ઈ. એન. સેન્ટર દ્વારા ‘પેન એશિયન પોએટ્રી પ્રાઈઝ’ અપાયું હતું.
૧૯૯૭ની સાલમાં કેરાલાની રાજ્ય સરકારે તેમને ‘વાયબર’ એવોર્ડ આપી સન્માન્યા હતા. શ્રેષ્ઠ વાર્તા માટે તેમને કેરાલા સ્ટેટ ફિલ્મ એવોર્ડ પણ તેમને એનાયત થયો હતો.
૧૯૮૪માં સાહિત્ય માટેનું
નોબલ પ્રાઈઝ આપવા માટે તેમના નામની ભલામણ થઈ હતી તે બાબત પણ વિશેષ નોંધપાત્ર છે.
કમલા દાસ માત્ર સર્જક નહોતા, પરંતુ સંગીતના જ્ઞાતા અને ચિત્રકાર પણ હતાં. તેમના સાહિત્યમાં આધુનિકતા ભલે જોવા મળે પણ તેઓ પરંપરાગત નારી તરીકે તેમની જિંદગી જીવ્યાં હતાં.
ભારતીય નારીવાદના પ્રણેતા કમલા દાસનું પુના ખાતેની જહાંગીર હૉસ્પિટલમાં ૭૫ વર્ષની વયે ૩૧ મે ૨૦૦૯ના
રોજ દેહાવસાન થયું તે સાથે જ નારી
ચેતના જાગૃત કરવા માટે સતત ચિંતિત કવયિત્રી-લેખિકાનો અવાજ હંમેશ માટે શમી ગયો.
અંતમાં ‘ઉન્માદ એક ઐસા દેશ હૈ’ શીર્ષક હેઠળની તેમની કવિતાનું આચમન કરીએ:
ઉન્માદ એક ઐસા દેશ હૈ
યહી કહીં તુમ્હારે આસ-પાસ હી
જિસ કે કગાર સદા અન્ધિયારે રહે હૈ.
પર જબ કભી નિરાશા કી નૌકા
તુમ્હે ઠેલકર અન્ધેરે કગારોં તક લે
જાતી હૈ
તો ઉન કગારો પર તૈનત પહેરેદાર
પહલે વો તુમ્હે નિર્વસ્ત્ર હોને કા આદેશ દેતે હૈ
તુમ કપડે ઉતાર દેતે હો
તો વે કહતે હૈં, અપના માંસ ભી ઉઘાડો
ઔર તુમ ત્વચા ઉતાર કર
અપના માંસ ઉઘાડ દેતે હો
ફિર વે કહતે હૈં કિ હડ્ડિયાં તક ઉઘાડ દો
ઔર તબ તુમ અપના માંસ
નોચ-નોચ ફેંકને લગતે હો
ઔર નોચતે-ફેકતે ચલે જાતે હો
જબ તક કી હડ્ડિયાં
પૂર તરહ નંગી નહીં હો જાતી.
ઉન્માદ કે ઈસ દેશ કા તો
એક માત્ર નિયમ હૈ ઉન્મુક્તા
ઓર વે ઉન્મુક્ત હો
ન કેવળ તુમ્હારા શરીર
બલ્કિ આત્મા તક કુતર-કુતર ખા
ડાલતે હૈં.
પર ફિર ભી મૈં કહૂંગી કિ
યદિ તુમ કભી કિસ અન્ધેરે કગાર તક
જા હી પહૂંચો
તો ફિર લૌટના મત
કભી મત લૌટના.