અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. સારા સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંગની દિકરી છે. ખૂબ જ ઓછા સમયમાં સારાએ તેનું મોટું ફેન ફોલોવીંગ ઊભૂ કર્યું છે. થોડા દિવસ પહેલાં જ સારા અલી ખાન ક્રિકેટર શુભમન ગીલને ડેટ કરી રહી છે એવા સમાચારો આવ્યા હતાં. દરમીયાન સારાએ હાલમાં એક ફોટો શેર કર્યો છે. જે ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. અને સારા સાથે સ્વિમિંગ પૂલમાં ‘મિસ્ટ્રી મેન’ કોણ છે એની ચર્ચાઓ શરુ થઇ ગઇ છે.
સારા અલી ખાને તેના વેકેશનના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં તેની માતા અમૃતા સિંગ પણ દેખાય છે. ઉપરાંત સારા આ ફોટોમાં રજાઓ માણી રહી છે એમણ પણ દેખાય છે. આ જ ફોટોમાં સ્વિમિંગ પૂલમાં તેની સાથે એક વ્યક્તિ દેખાય છે. ત્યારે આ મિસ્ટ્રી મેન કોણ છે એનું કૂતુહલ બધાને થઇ રહ્યું છે.
View this post on Instagram
સારા સાથે દેખાનાર આ યુવક કોણ છે તે અંગે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ રહી છે. સારાનો આ ફોટો વાઇરલ થયો છે. આ યુવકે ચશ્મા પહેર્યા છે. તે સારા સાથે સ્વિમિંગ પૂલમાં ઉતર્યો છે અને બંને જણા હસતાં હસતાં વાતો કરી રહ્યાં છે એવો આ ફોટો છે. તો આ મિસ્ટ્રી મેન કોણ છે એવો પ્રશ્ન નેટ યુઝર્સ પૂછી રહ્યાં છે. સિમ્મી નામના એકાઉન્ટ પરથી સારાને સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તું ક્યાં ક્રિકેટરને ડેટ કરી રહી છે? સારા તે શેર કરેલા પાંચમાં ફોટોમાં દેખાતો વ્યક્તિ કોણ છે? આવો પ્રશ્ન પ્રયંકા નામની નેટ યુઝરે પૂછ્યો હતો.