રાજસ્થાનઃ અત્યાર સુધી તમે અનેક પ્રકારની અલગ અલગ લવસ્ટોરી સાંભળી હશે પણ આજે અહીં તમને જે લવસ્ટોરી વિશે જણાવવાના છીએ એવી લવસ્ટોરી કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય. આ લવ સ્ટોરીમાં જમાઈ પોતાની સાસુને જ લઈને ઘર છોડીને ભાગી ગયો હતો.
ઘટના રાજસ્થાનના સિરોહીની છે. સાસુને ભગાડી જતાં પહેલાં જમાઈએ સસરા સાથે દારુની પાર્ટી કરી હતી અને સસરા જ્યારે નશામાં ધૂત થઈને ઉંઘી ગયા ત્યારે તકનો લાભ લઈને સાસુ અને જમાઈ બંને ભાગી ગયા હતા. 27 વર્ષીય જમાઈ અને 40 વર્ષીય સાસુ વચ્ચેના પ્રેમપ્રકરણની જાણ સસરાને હોંશમાં આવ્યા બાદ થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સસરાએ જમાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ પ્રકરણે ગુનો નોંધીને બંનેની તપાસ હાથ ધરી છે. જમાઈ સાસુને લઈને ભાગ્યો ત્યારે તેની પત્ની તેના સાસરામાં હતી. સસરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે 30મી ડિસેમ્બરના જમાઈ તેમના સાસરે આવ્યા હતા અને બંને જણે સાંજે દારુની પાર્ટી કરી હતી. દારુના નશામાં સૂઈ ગયા બાદ ઉઠીને આસપાસમાં જમાઈ અને પત્નીની તપાસ કરી હતી, પણ બંને જણ ગુમ હોવાથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જમાઈ સાથે ભાગી ગયેલી સાસુને એક દીકરો અને ત્રણ દીકરી છે, બધા પરણેલા છે. જ્યારે સાસુના પ્રેમમાં પાગલ જમાઈને પણ ત્રણ સંતાન છે અને તે પોતાના એક દીકરીને લઈને સાસુ સાથે ભાગી ગયો છે.