મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા ઘરનો એક હિસ્સો તેલંગણામાં તો બીજો હિસ્સો મહારાષ્ટ્રમાં છે. જી હા, વાત એકદમ સાચી છે. ઘરના માલિકને બંને રાજ્યનો ટેક્સ ભરવો પડે છે. સોશિયલ મીડિયા પર આ અનોખા ઘરની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
ચંદ્રપુર જિલ્લાના મહારાજગુડા ગામમાં મહારાષ્ટ્ર અને તેલંગણા બોર્ડર વચ્ચે ઘર આવેલું છે. તેના ચાર બેડરૂમ મહારાષ્ટ્રમાં અને ચાર રૂમ તેલંગણામાં છે.
ઘરના માલિકે જણાવ્યું હતું કે, મને બંને રાજ્યનો ટેક્સ ભરવામાં કોઈ તકલીફ નથી. બંને રાજ્યો તરફથી લાભ મળે છે. મારા ઘરમાં 13 લોકો રહે છે. તેલંગણામાં કિચન છે અને લિવીંગ રૂમ મહારાષ્ટ્રમાં છે.
1969માં જ્યારે સીમાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તેમનું ઘર બે રાજ્યોની વચ્ચે આવેલું છે.