ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલા ભારતીય જનતા પાર્ટી મોટો દાવ રમી શકે છે. સૂત્રોનું માનીએ તો રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. આજે આ અંગેનો નિર્ણય થઇ શકે છે.
અત્યાર સુધી બહાર આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી શકે છે. ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડના તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવા માટે ઉત્તરાખંડ હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. ગુજરાત સરકાર પણ આવી જ દરખાસ્ત રજૂ કરી શકે છે. સૂત્રોનું માનીએ તો આજે મળનારી કેબિનેટ બેઠકમાં સમિતિની રચનાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે.
યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
ભારતમાં રહેતા દરેક લોકો માટે એકસમાન કાયદો
લગ્ન, છૂટાછેડા, દત્તકના નિયમ એકસરખા હશે
ઉત્તરાધિકાર, વારસા વગેરેમાં નિયમ એકસમાન રહેશે
દરેક સમુદાયના લોકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ થશે
લગ્ન, છૂટાછેડા અને જમીનના ભાગલામાં એક જ કાયદો લાગુ થશે