Homeઉત્સવમાફ ન કરાય એવી બેશર્મી... કાળઝાળ ગરમી

માફ ન કરાય એવી બેશર્મી… કાળઝાળ ગરમી

આજે આટલું જ -શોભિત દેસાઈ

વાત તો આજે ઔરંગઝેબના સગ્ગા ભાઇ ‘પરસેવે રેબઝેબ’ની કરવી છે… આખા હિન્દુસ્તાનની પાણીની અછત ભરપાઇ કરી નાંખે એવા અને એટલા, શરીરમાંથી નીતરતા પાણીની નદીઓની કરવી છે… ઇષ્ટદેવને ૧૦૮ મણકે ગણવાને બદલે ત્રાહિમામની માળા થઇ જાય એવા દિવસોની કરવી છે… આંગળાની છાપ હવે તો ઓળખનું આંતરરાષ્ટ્રીય માપદંડ બની ગઇ છે. પણ મને અત્યારે આંગળાની છાપ તમારી સમક્ષ જુદી રીતે મૂકવાના ‘અભરખા’ જાગ્યા છે. સામાન્યત: એમ મનાતું આવ્યું છે સદીઓથી કે દિવસ ગમે એટલો ભારે હોય પણ પરમ વક્તા પુરુષોત્તમ રૂપાલા સાહેબની ભાઇષ્યામાં વાઇત કરું તો હાંઇજ અને રાઇતનું અંધારું એ ગરમાગરમ – સૂલ્યે (ચૂલે) ઠામમાં (વાસણમાં) ઉકઇળત્યું (ઉકળતું) પાણી મેલ્યુ હોય એવા દિવહ (દિવસ)ને ય લગાર ટાઢો કરત્યું (કરતું) હોય સે (છે)… (મજા આવી ને?!) (હજુ આગળ વધારું…) પણ આંયાં તો ગરમીની બાબતમાં ગુન્હેગાર દિવસના આંઇગળ્યા (આંગળા)ની સાપ (છાપ) ઝેવી (જેવી) બનવા માંડી સે હવે રાત્યુંય (રાતોય)… (ક્યારેક દસેક મિનિટનો સમય હોય તો રુપાલાસાહેબની કોઇક યુ ટયુબ ક્લીપ જોવાની ‘હિમ્મત’ કરજો, ઠામ ઠેકાણું -સાન ભાન -દિવસ રાત ભૂલી જઇને દહ દી હુધી… એટલે કે દસ દિવસ સુધી ચોંટેલા નો રયો ન એટલે કે ના રહો તો મારું નામ તમારે શોભિતને બદલે ગણપત કરી નાંખવાનું…)
રાતે જે લૂખો તાપ લાગે છે
કોઇ તકસીરવાર સૂરજના
આંગળાની એ છાપ લાગે છે.
વક્તૃત્વની શક્તિમાં જે સંપૂર્ણ છે, પૂરા છે એ પુરુષોત્તમ રૂપાલાની ભાષામાં વાત કરું તો વિરોધ પક્ષો હવે દેશમાં ઉનાળામાં પડતી ગરમીને માટે ય જો વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જવાબદાર ઠેરવે તો નવાઇ નહીં… કે આમની દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ભાવના અને હાકલને લઇને જ દેશમાં આ ગરમીનું મોજું આવ્યું સે… (રૂપાલાસાહેબ! દસ મિનિટ માટે એક ક્લીપ ખોલીને બેઠાં’તો… આજે ચાર દિવસ થઇ ગયા… હજુ છ દિવસ સુધી નહીં છોડું એ પાકું અન્યે એ પસી ય પરાણે… એક કે લાલ ને બીજા તમે)
અમારા એક બહુ અંગત મિત્ર/સ્નેહી/સ્વજન બિપીન કાપડિયાએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતની અને પોતે મૂળ મુંબઇના હોવાથી ખાસ તો મુંબઇગરાની હાલત ઉપર એક અતિ સુંદર હાસ્ય કવિતા મને ૂવફતિંફાામાં મોકલી છે, એમને ક્યાંકથી આવેલી… જે જ્ઞશિલશક્ષફહ સર્જક હોય એને અને બિપીનભાઇને મારી અને મારા પ્રત્યેક વાચકની સલામ…
ડોન્ટ લાઇક ઉનાળા !
ધેર ઇઝ ટુ મચ બફારા
ઉપર સે કમિંગ કંટાળા
ધેટ ઇઝ વ્હાય..
આઈ ડોન્ટ લાઈક ઉનાળા !
બફારા બ્રિન્ગિંગ પરસેવા
સ્પોઇલિંગ માય ફેસ રૂપાળા
ધેટ ઇઝ વ્હાય
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !
કોલ્ડ-ડ્રીંક બીકમિંગ કોસ્ટલી
બિકોઝ, લેમન કે ભાવ મેં ઉછાળા
ધેટ ઇઝ વ્હાય
આઈ ડોન્ટ લાઇક ઉનાળા !
આઇ લગાવિંગ ગોરેપન કી ક્રીમ
ફિર ભી ફેસ બિકમિંગ કાળા
ધેટ ઇઝ વ્હાય
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !
લાઇટ ગોઇંગ એન્ડ કમિંગ
ઉપર સે લાઇટ બિલ મેં ગોટાળા
ધેટ ઇઝ વ્હાય
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !
ફોર ઠંડક ગોઇંગ ટુ બાથરૂમ
બટ નળ સે કમિંગ ‘ઉકાળા’ !
ધેટ ઇઝ વ્હાય
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !
હોલ સીટી ઇન કરફ્યુ
બિકોઝ રોડ બર્નિંગ ડામર વાળા
ધેટ ઇઝ વ્હાય
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !
હાઉ મેની ટાઇમ્સ આઇ પ્રેઈંગ
બટ નોટ લિસનિંગ ઉપરવાળા
ધેટ ઇઝ વ્હાય
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !
આજે આટલું જ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -