Homeવીકએન્ડડિજિટલ રૂપીને સિમ્પલી સમજા

ડિજિટલ રૂપીને સિમ્પલી સમજા

આર્થિક વ્યવહારોમાં વેલ્યુએડેડ ક્રાંતિ

કવર સ્ટોરી-જયેશ ચિતલિયા

*ગરબડ-ગોટાળાની શક્યતા નહીંવત્ બનશે
*એસએમએસ અથવા ક્યુઆર કોડથી કામ થશે
*ડજિટલ રૂપી રિઝર્વ બૅન્કની લીગલ કરન્સી
*રૂપિયા ખિસ્સામાં જ નહીં, મોબાઈલમાં પણ રાખી શકાય
*એપ કે ઈન્ટરનેટની પણ જરૂર નથી

ડિજિટલ ઈન્ડિયાની ઝુંબેશના ભાગરૂપ ઘણી બધી
બાબતો-વ્યવહારો,કામકાજો ડિજિટલ સ્વરૂપે થવા લાગ્યા છે. ત્યાં હવે
ડિજિટલ રૂપી-ઈ-રૂપી પણ અમલમાં મુકાવાની શરૂઆત થઈ ગઈ છે.
ફીઝિકલ શેર અને ડિમેટ શેરની જેમ ફિઝિકલ રૂપિયા અને ઈલેકટ્રોનિક
રૂપિયા. ફિઝિકલ શેર તો હવે એક્સચેન્જ પર ચાલતા નથી,કિંતુ ફિઝિકલ
રૂપિયા અને ઈ-રૂપિયા એ બંને સિસ્ટમમાં ચાલશે. ક્રિપ્ટોની કતલ કરી
નાખવાની અને ડિજિટલ રૂપીને જગવિખ્યાત બનાવવાની આ લાંબા
ગાળાની પહેલ છે. સરકાર-રિઝર્વ બેન્કને આમાં કેટલી સફળતા મળે છે એ
તો આગામી સમય કહેશે, પરંતુ હાલ તો એક શુભ શરૂઆત થઈ ગણાય
અને આ ડિજિટલ-ઈ-રૂપીને સમજવાનું પણ મહત્ત્વનું ગણાય.
સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે ઈ-રૂપી શું છે? ફિઝિકલ રૂપિયા અને
ઈ-રૂપીમાં શું ફરક છે? ઈ-રૂપી ભારતીય રૂપિયા જ છે, જેને સેન્ટ્રલ બેન્ક
ડિજિટલ કરન્સી (સીબીડીસી)પણ કહેવાય છે, રિઝર્વ બૅન્કે આનું સર્જન કર્યુ
છે, અર્થાત્ ઈ-રૂપી અને ડિજિટલ રૂપી એક જ છે. જેમ ડિમેટ શેર અને
ફિઝિકલ શેર હોય છે તેમ ઈલેકટ્રોનિક રૂપી અને ફિઝિકલ રૂપી છે. રોકડા
ફિઝિકલ રૂપિયા આપણે આપણા ખિસ્સામાં રાખીએ છીએ, જયારે ઈ-રૂપી
આપણા મોબાઈલનાં વોલેટમાં રહે છે.
ઈ-રૂપીને ઈસ્યૂ કરનાર રિઝર્વ બૅન્ક તેનું સંચાલન કરે છે, જેથી તે
સલામત અને સરળ છે. તે જેને પણ ઈસ્યૂ કરાય છે તે લાભાર્થીની
ગુપ્તતા જળવાય છે તેમ જ તે જે હેતુ કે પ્રવૃત્તિ માટે ઈસ્યૂ કરાયા હોય છે
તે જ હેતુસર વાપરી શકાય છે. આનું સંચાલન એસએમએસ કોડ અને
ક્યુઆર (ક્વિક રિસ્પોન્સ) કોડ મારફત થાય છે. દરેક વ્યવહાર માટે નવો
ક્યુઆર કોડ જનરેટ થશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન
ઑફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા ઈ-રૂપી વિકસાવવાની ભૂમિકા
ભજવાઈ છે.
——–
ડિજિટલ રૂપી અને યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) વચ્ચે ફરક
સીબીડીસી અને યુપીઆઈ વચ્ચે ફરક એ છે કે દરેક યુપીઆઈ વ્યવહાર
બૅન્કોની મધ્યસ્થી જરૂરી બનાવે છે, જયારે સીબીડીસીમાં એમ હોતું નથી.
એમાં રિઝર્વ બૅન્કની ભૂમિકા જ કેન્દ્રમાં હોવાથી સીધું કામકાજ થાય છે. તે
વધુ ઝડપી અને સરળ રીતે વ્યવહાર પૂરા કરે છે.
તમે દુકાનમાં ગયા અને તમે કોઈ વસ્તુ ખરીદી કે તમે તમારા મોબાઈલ
વોલેટમાંથી નાણાં (ઈ-રૂપી) સીધા વેચનારના વોલેટમાં ટ્રાન્સફર કરો છો,
તેમાં બૅન્કોની દરમ્યાનગીરી રહેતી નથી. અલબત્ત, તમારે બેન્કમાંથી એ
મુજબ કે પ્રમાણમાં ડિજિટલ કરન્સી લઈને તમારા મોબાઈલ વોલેટમાં
જમા કરવી પડે છે.
——
ડિજિટલના લાભાલાભ
વિશ્ર્વની ૮૬ ટકા જેટલી સેન્ટ્રલ બેન્કો પોતાની ડિજિટલ કરન્સી લાવવા
માગે છે. ૧૪ ટકા જેટલા દેશોએ તેના પ્રયોગ આરંભી દીધા છે. જેમાંથી
ભારતે ડિજિટલ કરન્સી સિસ્ટમમાં દાખલ કરવાની પ્રથમ પહેલ કરીને
વિશ્ર્વમાં નોખું સ્થાન બનાવ્યું છે. નિષ્ણાતો કહે છે, ડિજિટલ કરન્સી
આવવાથી દેશમાં કેશ (રોકડ)ના વ્યવહારોમાં ઘટાડો થશે, કરન્સી પ્રિન્ટિંગ
ખર્ચમાં ઘટાડો થશે. વિદેશી ચલણના વ્યવહારોમાં ટાઈમ ઝોનનો ફરક
નીકળી જશે. સેટલમેન્ટ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે. રિઝર્વ બૅન્કના
અભ્યાસ મુજબ આ ડિજિટલ કરન્સી રિટેલ અને હોલસેલ એમ બંને લેવલે
કામ કરશે. તેથી જ રિઝર્વ બૅન્કે નવેમ્બરમાં હોલસેલ વ્યવહારો માટે
ડિજિટલ રૂપીનો પ્રયોગ અને ડિસેમ્બરમાં રિટેલ વ્યવહારો માટે ઈ-રૂપીનો
પ્રયોગ અમલમાં મૂકી દીધો. હાલ હજી કેટલીક બૅન્કોને અને મર્યાદિત
શહેરોમાં આ કામ સોંપાયું છે, જેમાં સ્ટેટ બેન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક,
યસ બેન્ક અને આઈડીએફસી ફર્સ્ટ બેન્કનો સમાવેશ થાય છે.
——-
ક્રિપ્ટોને ટાળવાનો વ્યૂહ
કહેવાય છે કે સરકારે અને રિઝર્વ બૅન્કે ક્રિપ્ટો કરન્સીને ટાળવા માટે
ઈ-રૂપી એટલે કે ડિજિટલ રૂપીનો માર્ગ અપનાવ્યો છે, જે યુપીઆઈની જેમ
અને કયાંક તેનાથી પણ બહેતર કામ કરશે.
જો કે એક વાત યાદ રહે કે તમારા બૅન્કમાં પડેલાં નાણાં પર તમને વ્યાજ
મળે છે, કિંતુ ઈ-રૂપી પર તમને વ્યાજ નહીં મળે, કારણ કે આ તમારા
મોબાઈલ વોલેટમાં પડ્યા હશે. ક્રિપ્ટો કરન્સીમાં કોઈ સરકારી તંત્ર
જવાબદાર રહેતું નથી, તેના અનેક દુરુપયોગ પણ થઈ શકે છે, જેમ કે
મની લોન્ડરિંગમાં કાળાનાં ધોળાં કરવામાં, ગેરવાજબી કામોમાં, વગેરે.
તેને કોઈનો આધાર હોતો નથી, તેને કોઈ કાનૂની દરજજો પ્રાપ્ત થયો
નથી. ઊલટાનું, તેની સામે અનેક સવાલો અને સંદેહ વ્યક્ત થતા રહ્યા છે.
ક્રિપ્ટોના ભાવની ખતરનાક ચંચળતા એ તેમાં સટ્ટાનું તેમ જ રોકાણનું
આકર્ષણ બની છે, કિંતુ તેમાં ગુમાવનારા મોટી સંખ્યામાં છે. પાયાની વાત
તો એ છે કે ક્રિપ્ટો પર કોઈનું નિયમન હોતું નથી.
ડિજિટલ રૂપી એ લીગલ કરન્સી
સીબીડીસીને આરબીઆઈનું લીગલ ટેન્ડર છે, આરબીઆઈની સીબીડીસી
એ સોવરિન કરન્સી છે. આ ઈ-રૂપી માટે આરબીઆઈ જવાબદાર છે.
તમામ નાગરિકો, એન્ટરપ્રાઈઝીસ અને સરકારી એજન્સીઓ પેમેન્ટ માટે
લીગલ ટેન્ડર તરીકે ડિજિટલ રૂપીનો ઉપયોગ કરી શકશે. સીબીડીસીને
રોકડ સામે ક્ધવર્ટ પણ કરી શકાશે.
——-
ઈન્કમ ટેક્સની દૃષ્ટિએ
ડિજિટલ કરન્સી બાદ નાણાકીય ગરબડ-ગોટાળા ઘટશે એવી આશા છે,
આયાત-નિકાસમાં સરળતા વધશે, રિઝર્વ બૅન્કે એક ખાસ મોનિટરિંગ
સંસ્થા ઊભી કરવાની થશે. મહત્ત્વની વાત એ બનશે કે રિઝર્વ બેન્ક જ
ભારતની ડિજિટલ કરન્સીનું નિયમન કરશે. ઈન્કમ ટેક્સના કાનૂન મુજબ
જે બાબત રોકડને લાગુ પડે છે તે જ બાબત ડિજિટલ-ઈ-રૂપીને પણ લાગુ
થશે. એના માટે ચોક્કસ શરતો-ધોરણો રહેશે. સૌથી અગત્યની બાબત એ
છે કે ડિજિટલ રૂપીના સંચાલન અર્થે બ્લોકચેન સિસ્ટમનો ઉપયોગ કરાયો
હોવાથી તેમાં ગરબડ-ગોટાળા થવાની શક્યતા નહીંવત્ બની જશે.
અલબત્ત, નહીં જ થાય તેની ખાતરી કોઈ ન આપી શકે. અલબત્ત, આમાં
કેવાયસી (નો યોર કસ્ટમર)ની જરૂર નથી અને તમારા ફોનમાં
ઈન્ટરનેટની પણ જરુર નથી. મોબાઈલમાં કોઈ એપ ડાઉનલોડ કરવાનું
પણ આવશ્યક નથી.
——–
પેમેન્ટ કંપનીઓને અસર થઈ શકે
આ ડિજિટલ કરન્સીને લીધે પેમેન્ટ કંપનીઓના કામકાજને અસર થઈ શકે
છે. કારણ કે ડિજિટલ કરન્સી વિવિધ કામકાજમાં પેમેન્ટ માટે વધુ
ઉપયોગી અને વિશ્ર્વસનીય ગણાશે. ભારતીય ડિજિટલ કરન્સી અમલમાં
આવી ગયા બાદ ભારતમાં ક્રિપ્ટોની જરૂરીયાત અને તેનું આકર્ષણ ઘટી
શકે. આરબીઆઈએ કહ્યું છે કે સીબીડીસી તેના વપરાશકારો માટે
ચુકવણીનો વધુ એક વિકલ્પ બની રહેશે, તેનો હેતુ વર્તમાન પેમેન્ટ
સિસ્ટમ્સને બદલવાનો નથી. ઈ-રૂપીને ડિજિટલ રૂપે જાળવવામાં આવશે.
તેને પેપરની ચલણી નોટમાં પણ ફેરવી શકાશે. ડિજિટલ રૂપી ભારતના
અર્થતંત્રને વેગવાન બનાવવા સાથે નાણાકીય અને પેમેન્ટ્સ સિસ્ટમ્સને
વધુ કાર્યક્ષમ બનાવશે.
——-
ઈ-રૂપીના બે પ્રકાર
આરબીઆઈ બે પ્રકારનાં સીબીડીસીને ઓફર કરી છે- સામાન્ય વ્યવહાર
અથવા રિટેલ (સીબીડીસી-આર) અને હોલસેલ (સીબીડીસી-ડબ્લ્યુ). રિટેલ
સીબીડીસીનો ઉપયોગ ખાનગી ક્ષેત્ર, ગ્રાહકો અને વેપાર સંસ્થાનો સહિત
બધાં ક્ષેત્રો કરી શકશે, જ્યારે હોલસેલ સીબીડીસીનો ઉપયોગ અમુક
નાણાકીય સંસ્થાઓ પૂરતો મર્યાદિત રહેશે. રિટેલ સીબીડીસી એ રોકડ
વ્યવહાર માટે રોકડનું જ એક ઈલેક્ટ્રોનિક સ્વરૂપ રહેશે. જ્યારે હોલસેલ
સીબીડીસીનો ઉપયોગ હોલસેલ સંબંધિત ટ્રાન્ઝેક્શન્સ અને ઈન્ટરબૅન્ક
ટ્રાન્સફર્સના સેટલમેન્ટમાં કરવામાં આવશે. સીબીડીસી ચુકવણી અને
પતાવટ માટે સલામત નાણાં ઉપલબ્ધ કરશે, કારણ કે તે મધ્યસ્થ બૅન્ક
(આરબીઆઈ)ની સીધી જવાબદારી છે. હોલસેલ સીબીડીસી નાણાકીય
વ્યવહારોની સેટલમેન્ટ સિસ્ટમ્સની કાયાપલટ કરવા ઉપરાંત તેને વધુ
કાર્યક્ષમ તેમ જ સલામત બનાવશે એવી આશા છે. આને પ્રેકટિકલી
સમજવાનો બહેતર માર્ગ બૅન્કમાં જઈ તમારા રૂપિયાને ડિજિટલમાં ક્ધવર્ટ
કરાવો અને મોબાઈલ વોલેટમાં જાળવી વાપરવાનો આરંભ કરો.
——–
ગરબડ-ગોટાળાની શક્યતા નહીંવત્.
ડિજિટલ નાણાં અને સીબીડીસી વચ્ચેનો ફરક સમજાવતાં આરબીઆઈએ
કહ્યું છે કે સીબીડીસી ડિજિટલ ફોર્મમાં રાખેલાં નાણાં કરતાં અલગ છે,
કારણ કે સીબીડીસી એ રિઝર્વ બૅન્કની જવાબદારી છે, કમર્શિયલ બૅન્કોની
નહીં, અર્થાત્ ડિજિટલ રૂપી માટે આરબીઆઈની ગેરન્ટી રહેશે.
સીબીડીસીનો હેતુ ડિજિટલ પેમેન્ટમાં વધુ એક વિકલ્પ ઓફર કરવાનો છે.
હાલની જે પેમેન્ટ પ્રણાલી છે તેને બદલવામાં આવશે નહીં.
આરબીઆઈના મતે ડિજિટલ રૂપી સિસ્ટમથી એકંદર નાણાકીય અને
પેમેન્ટ સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો થશે. તેમ જ સામાન્ય નાગરિકને
આ રાષ્ટ્રીય કરન્સી ઉપર વિશ્ર્વાસ રહેશે, જે ક્રિપ્ટો જેવી કરન્સી કે એસેટ
ઉપર રાખવો મુશ્કેલ અને જોખમી ગણાય.
——-
ઈ-રૂપી કોની પાસેથી મેળવી કે ખરીદી શકાય છે?
રિઝર્વ બૅંકોને નિયુકત કરી છે એ બૅંકો પાસેથી યુઝર (જે વ્યક્તિ ખરીદવા
માગતી હોય એ) ઈ-રૂપી ખરીદી શકે છે. આ માટે તેનું એ બૅંકમાં એકાઉન્ટ
હોવું અનિવાર્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -