મુંબઈ: નાશિકમાં સિન્નર અને ઘોટી વચ્ચે મુંબઈ નાગપુર સમૃદ્ધિ હાઈ-વેનું કામ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. જોકે, ઇગતપુરી તાલુકાના બેલગામ તરહાલેથી ગંગડવાડી વિસ્તાર સુધી સમૃદ્ધિ હાઇવે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સાંજે સમૃદ્ધિ હાઇવે બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. સદનસીબે સાંજના સમયે કામ બંધ કરી દેવામાં આવ્યું હોવાથી કોઈ જાનહાની ટળી હતી
સમૃદ્ધિ હાઇવે તેના ઉદઘાટન બાદથી એક યા બીજા કારણોસર સમાચારમાં છે. ઉદ્ઘાટન બાદ વાહનો કલાકના ૧૨૦ કિમીની ઝડપે દોડી રહ્યા છે, પણ નાના મોટા અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ઇગતપુરી વિસ્તારમાં બેલગાંવ તરહાલે ગામ પાસે પુલનું કામ ચાલી હતું ત્યારે રોડ પરનો પુલ અચાનક ધરાશાયી થયો હતો. ગઈકાલે સાંજના સમયે મુખ્ય માર્ગ પરનો પુલ ધરાશાયી થવાના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને કોઈ જાનહાનિ થઈ નહોતી.
ઈગતપુરી તાલુકામાં સમૃદ્ધિ હાઈ-વેનું કામ અંતિમ તબક્કામાં છે અને સમૃદ્ધિ હાઈ-વે પરથી પસાર થતા બેલગાંવ તરહાલે અને ગંગડવાડી ગામોને જોડતો પુલ શરૂ થઈ રહ્યો છે. જ્યાં કામ શરૂ થયું તે વખતે વાહનોની અવરજવર નહોતી.
સોમવારે સાંજે છ વાગ્યાના સુમારે એક ઉભેલા થાંભલા પરથી બીજા થાંભલાની મરમમત કરવાના પ્રયાસમાં બ્રિજના ચાર રસ્તાના થાંભલા નીચે આવી ગયા હતા. આ પુલનો ૨૫૦ મીટર જેટલો ભાગ અચાનક સમૃદ્ધિ હાઈ-વે પર તૂટી પડ્યો હતો, પરંતુ રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. નાગપુરથી શિરડી સુધીના સમૃદ્ધિ હાઈ-વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આ હાઈ-વે પણ શરૂ થઈ ગયો છે. સિન્નરથી મુંબઈ સુધીના હાઈવેનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. દરમિયાન બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ બ્રિજનું કામ કરી રહેલી કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
તેમણે તાત્કાલિક આધુનિક મશીનરી બોલાવી રોડ પર તૂટી પડેલા પુલનો કાટમાળ ઉપાડ્યો હતો. પાંચથી છ જેસીબી, ફોકલેન્ડ, ગેસ કટર વગેરેની મદદથી ૧૦૦ જેટલા કામદાર યુદ્ધ સ્તરે કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા, પણ કોઈ જાનહાનિ નહીં થવાથી રાહતનો શ્વાસ લીધો હતો.