યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક ફોટો શેર કર્યો છે, જેને જોઈને દરેક ભારતીયે નારાજગી વ્યક્ત કરી છે. યુક્રેને હિન્દુઓમાં પૂજનીય મા કાલીનો વાંધાજનક ફોટો શેર કર્યો છે. જેના પર હિન્દુ સમુદાયના લોકો યુક્રેનને લઈને આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મા કાલીનો ફોટો શેર કર્યો છે, જે ખૂબ જ અપમાનજનક છે. આ ફોટો પર નારાજગી વ્યક્ત કરતા ભારતીય યુઝર્સે વિદેશ મંત્રી એસ જયશંકર પાસે કાર્યવાહીની માંગ કરી છે. યુક્રેન દ્વારા શેર કરવામાં આવેલી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. યુઝર્સ તેને યુક્રેનની નબળી માનસિકતા ગણાવી રહ્યા છે.
મા કાલીનો ફોટો યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ @DefenceU દ્વારા 30 એપ્રિલે શેર કરવામાં આવ્યો છે. તે જોઈ શકાય છે કે મા કાલી હોલીવુડ અભિનેત્રી મેરિલીન મનરોની જેમ બતાવવામાં આવી છે. તસ્વીરમાં વિસ્ફોટના ધુમાડા કાલી માતાના ચહેરા પર દેખાય છે. ચિત્રમાં જીભ બહાર દેખાય છે. આ સાથે જ માતા કાલીનાં ગળામાં ખોપરીની માળા છે.

આ ફોટો જોઈને ભારતીયો ગુસ્સે ભરાયા છે. ભારતીય હિન્દુઓ કહી રહ્યા છે કે યુક્રેન ભારતીયોને નિશાન બનાવી રહ્યું છે કારણ કે તેમને યુદ્ધમાં ભારત તરફથી મદદ મળી નથી. કેટલાક યુઝર્સ આને ભારત અને રશિયા વચ્ચે સારા સંબંધો બાદ યુક્રેનનો રોષ ગણાવી રહ્યા છે. ફોટો કેપ્શનમાં યુક્રેને ‘વર્ક ઓફ આર્ટ’ લખ્યું છે. યુક્રેનના આ કૃત્ય બાદ ભારતીય યુઝર્સ એલોન મસ્ક અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેન ખરાબ રીતે બરબાદ થઈ ગયું છે. આવી સ્થિતિમાં ભારત સાથે દુશ્મની યુક્રેન માટે મોંઘી પડી શકે છે.
News worth ignoring by Indians.