Homeવીકએન્ડશ્ર્વાન નહીં પણ હડકાયું શ્ર્વાન કરડશે તો જ રજા મંજૂર થશે- હડકાયેલ...

શ્ર્વાન નહીં પણ હડકાયું શ્ર્વાન કરડશે તો જ રજા મંજૂર થશે- હડકાયેલ અધિકારીનું અલ્ટિમેટમ!!!

ઊડતી વાત – ભરત વૈષ્ણવ

રજા આપણા જીવનનું અભિન્ન (નોકરી દરમિયાન ખાસ) અંગ છે. શરીરમાં શીરા અને ધમની મારફતે ધિરાભિસરણ થાય છે તેમ રજા મારફત મજાભિસરણ થાય છે. સ્વાચ્છોશ્ર્વાસ જેવી જ રજા-ફરજ એક અનિવાર્ય અને અત્યાવશ્યક પ્રક્રિયા છે!!( આવું બધું લખવાથી હાસ્ય લેખક ગંભીર ચિંતન કરી શકે છે એવી છાપ ઊભી થાય છે, ડયુડ!!) કેટલાક રજા પ્રેમીઓ કેલેન્ડરમાં રજાના દિવસો કે તારીખ પર લાલ પેનથી કુંડાળા (કેટલીક મહિલાઓ પણ મેન્સીસના દિવસો માટે કેલેન્ડરમાં લાલ કુંડાળા કરે છે!!) કરે છે. કેટલીકવાર અલગ અલગ રજાઓ વચ્ચે વર્કિંગ ડે હોય છે.(કામ ન કરવું હોય એને માટે તો વર્કિંગ ડે પણ હોલી ડે છે!! એ વાત અલગ છે!! રજામય સબ જગ જાની કરહું પ્રણામ જોરી નિત જાની એમ તુલસીદાસ કહી ગયા છે!! જેનો કોઇ વિરોધ નથી. નરસિંહ મહેતા તો કહી ગયા છે કે રજા તત્ત્વ ચિન્યો નહીં ત્યાં સુધી સર્વ ચાકરી જૂઠી!!)
આપણે રજાપ્રિય પ્રજા છીએ. જો આજના સમયે બાલ ગંગાધર તિલકે હાકલ કરવાની હોય તો તિલક મહારાજ બુલંદ અવાજે સાગર જેવી ગર્જના કરે રજા એ મારો કર્મચારી સિદ્ધ હક્ક છે અને તે મેળવીને જંપીશ.!!! મહાત્મા ગાંધીજી પણ કાગડા કૂતરાંના મોતે મરીશ પણ રજા મેળવ્યા વિના પરત ફરીશ નહીં એવો સંકલ્પ કર્યો હોત તેમ અવળચંડો રાજુ રદ્ી કહે છે! આજના સમયમાં આઝાદી સમયનું ‘ડુ ઓર ડાઇ સ્લોગન’ રજા લો અથવા બંક મારોમાં રૂપાંતરિત થયું હોત! જવાહરલાલ નહેરુએ પણ કહ્યું હોત મને રજાના કારણોમાં નહીં પણ રજામાં રસ છે. કેમ કે, કામ હરામ હૈ અને આરામ તમામ હૈ!!!
ઘણા લોકો કામગરા હોય છે. તદ્ન બોચિયા. સાવ વેદિયા. કીડીઓ પગ વાળીને બેસતી નથી( કીડીઓને પગ કેટલા બધા હોય. પગ વાળવા બેસે તો કદાચ સંતુલન ગુમાવીને ગબડી પડે!) કીડી સતત કામ કરે છે. કદાચ દિવસના ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક કામ કરતી હશે પણ કામ કરવાનો પબ્લિસિટી ઢોલ કે નગારા પીટતી નથી. કીડીની વાતમાં પણ તેનો ઉલ્લેખ કરતી નથી!!! સામે પક્ષે કીડીની રાણી પોદળા જેવી હોય છે. કીડીની રાણી આરામ ફરમાવવાનું કામ કરે છે!!! કામગરા લોકોને રજા ગમતી નથી. એક બે રજામાં ઘરે રહી કંટાળી જાય છે. રજા પૂરી થાય કે તરત કામે ચડવાની તાલાવેલી હોય છે. કદાચ બોચિયા કામ સાથે પરણ્યા ન હોય!!
ઓફિસમાં બે કલાક મોડા પડીએ તો આંગળીના વેઢા ગણી શકાય તેટલા બહાના ઉપલબ્ધ છે! મહેમાન આવ્યા-ગળે ઊતરે તેવું બહાનું. ગાડીમાં પંકચર પડ્યું. મહિનામાં નવ નવ વાર પંકચર પડે તો ટાયર બદલ ભીડું! બૅંકનું કામ, વીમાનું પ્રીમિયમ, સંતાનની શાળામાં પેરેન્ટ મિટિંગ-કેટલા બહાના. એક ઢૂંઢો હજાર મિલે!
‘સ્ટોલન કિસીસ આર ઓલ્વેઇઝ સ્વીટ’ એવું કોઇ નકામો રોમેન્ટિક નકામો કવિ કહી ગયો હશે!! કોલેજિયનોએ તેને બંક જોડે જોડી દીધું ! કોલેજ ભણવા માટે થોડી છે? મજ્જો કરવા માટે છે. પિરિયડમાં ગાપચી મારો. કેન્ટીનમાં ચા-કોફી -સિગારેટ- સેન્ડવિચ-રૂપાળી રાધાઓની મખમલી સુંવાળી કંપની એન્જોય કરો. કોલેજ કર્યા પછી જિંદગીભર નોકરો કે ધંધો કરવાનો છે જ! આજનો લ્હાવો લીજીયે કલ કિસને દેખા હૈ! દમ મારો દમ!
ખાનગી કે સરકારી નોકરીમાં ગધેડાં જેટલું કામ કરો, પરંતુ તમે રજાની માગણી કરો એટલે તમારા સિનિયરનો તમારા પ્રત્યે રવૈયો બદલાઇ જાય. સિનિયરના પરમ પૂજય પિતાશ્રીનો વધ તમારા હાથે થયો હોય એવી રીતે તમે રજા માગો એટલે એ ઓવર રીએકટ કરે! એક રજામાં કોઇનું રાજ રંડાઇ ન જાય. સિનિયર તરીકે ગ્રેસ અને નોબેલિટી હોવી જોઇએ. કોઇ પોતાની જરૂરત હોય અને રજા માગે તો સસ્મિત વદને રજા મંજૂર કરો. તમારો જુનિયર તમારી પીઠ પાછળ પણ તમારા વખાણ કરવા જખ મારીને મજબૂર થઇ જશે, પરંતુ તમે હિટલર કે ચંગીઝખાન થવાનો વિકલ્પ પસંદ કરો છો! કોઇ બાપડાના લાડલાનો જન્મ દિવસ છે. ફેમિલી સાથે ડિનરનો કાર્યક્રમ નક્કી કર્યો હોય. ઓફિસ અવર પહેલાં અડધો કલાક વહેલો જવા કરગરે. ત્યારે મુસોલિની માફક પેલા માણસને રાત્રિના દસ વાગ્યા સુધી અકારણ રોકી રાખીને તેના પ્રોગ્રામ પર પાણી ફેરવવું એ બોસપણું નથી. તમને બોસ તરીકે આવું કરવાનો અધિકાર મળતો નથી!
જયારે રજાઓ વચ્ચે વર્કિંગ ડે આવતા હોય ત્યારે કેટલાક ઉત્સાહી રજાજીવીઓ (કેમ શ્ર્વાનની જેમ કાન ચમકે છે. અમે કામજીવી કે આંદોલનજીવીની વાત કરતા નથી ભકતો!!!) બે રજાઓ વચ્ચે પરચૂરણ, માંદગી, મરજિયાત, વળતર રજાનો ઝૂલતો પુલ (રજાના ઝૂલતા પુલની જાળવણી કરવી પડતી નથી એટલે તે તૂટતા નથી, બરખુદાર જયેશભાઇ પટેલ !!!) બનાવે છે. આને સકલાની ભાષામાં ખાલા પૂરવા કહે છે.કેટલાકને અઠવાડિયાના છ દિવસ કામ કરવાના રીતસરના ઝાટકા લાગે છે, બોલો!!!
તમે એ માર્ક કર્યું હશે કે રજાની આગળના વર્કિંગ ડેની સાંજે બકાના ચહેરા પર મનોજ ખંડેરિયાની ગઝલ જેવા ગલગલિયા હોય તમારા (અહીં રજા સિવાય કાંઇ આડું અવળું વિચારવું નહીં. આડું અવળું કરવામાં દેશની પથારી ફેરવીને ૧૩૫ કરોડની વસ્તી કરી નાખી!!!) અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે. ઉઠાવી છે ફાઇલો બધાને બલ્લે બલ્લે થઇ ગઇ છે. કુંવારો સફળ લગ્નજીવનના (ગિરધરલાલ, આજે જોલી મૂડમાં છો કે રાતનો હેંગ ઓવર છે? લગ્નજીવન અને એ પણ સફળ? વોટ એ જોક!??!!) ફાયદા વર્ણવે તેવો ઉત્સાહ રજાના આગળના દિવસે હોય છે. રજાના દિવસો પૂરા થાય અને જે દિવસે ડયૂટી રીઝયુમ કરવાની હોય એ સવાર અર્જુન વિષાદયોગથી રતિભાર કમ હોતી નથી. મરઘા કે ઢોરને કસાઇવાડે જવા જેવી કરુણતમ ફિલિંગ હોય છે!!!
રજાનાં કારણોની શું જરૂર છે!? સરકારના નિયમો મુજબ રજા નામંજૂર કરી શકાત પણ બાબુઓને રજાનો પ્રકાર બદલવા દબાણ ન કરી શકાય. આમાં એવું છે કે નવ દસ વાર દાદી કે કાકી મરી જાય, પંદરવાર ફોઇનો પગ ભાંગે, આઠેકવાર એકની એક મામીનું સિમંત હોય, કારમાં અઠાવન વાર પંકચર પડે, ત્રેસઠ વાર વિધવા માશીને પ્રસૂતિ આવે. આ પ્રકારની ઘટના કુદરતી છે, સાહજિક અને પ્રાયોગિક છે, સાંયોગિક છે. આવું કાંઇ ષડયંત્ર રચી ન શકાય!!! મારા રજાના હિસાબમાં રજા જમા હોય તો રજા મંજૂર કરવામાં કોઇને ચૂંક શા માટે આવવી જોઇએ?
કર્મચારી આલમમાં ૧૨ પરચૂરણ રજા, બે મરજિયાત રજા, છ મહિને પંદર હકક રજા (કર્મચારી તમામ રજા-પ્રકાર ગમે તેવો હોય પણ રજાને હક્ક રજા જ ગણે છે!), દર છ મહિને દસ માંદગીની રજા, નેવું દિવસની ખાસ રજા, પ્રસૂતિ રજા (લાગુ ન પડે તેમણે માગણી કરવી નહીં!), પિતૃદેવ રજા (સંતાનને પૃથ્વી પર લાવવું એ પણ પરાક્રમ છે. વાસ્તવમાં તેનું નામ પરાક્રમ કે પત્યૌધમ રજા રાખવું જોઇએ!) મળે છે. જીએલ એટલે ગાપચી લીવની રજાની સંખ્યા મુકરર કરવામાં આવી નથી. અનુકૂળતા, ઉપરી સાથેના સંબંધો, પોલ્સનના આધારે ગાપચીલીવની સંખ્યા મંજૂર થાય છે!! કેટલાક બાબુઓ રજા વાપરે છતાં રજાના હિસાબમાં રજા ઘટવાના બદલે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધારો-ઇજાફો થાય છે. ગાય-ભેંસની માફક રજા વિંયાય છે. કુંભકર્ણ રાવણનો ભાઇ હતો. તે પણ કિલ્લેદાર કે કમાંડર ઇન ચીફ કે મેજર જનરલ કે એવા કોઇ હોદા પર હશે. કુંભકર્ણ છ માસ ઘોરતા હશે તે સમયની તેની ફરજ પરની ગેરહાજરી કંઇ રજા તરીકે ઉધારતાં હશે ??? આ તો એક જેન્યુન સવાલ મનમાં થાય છે!
એક ભાઇ મહિનામાં એકસાથે ચાર રજા મંજૂર કરવા વિનંતી કરે. અરજીમાં રજાના કારણ વિશે એક હરફ ન લખે. અરજીના હાંસિયામાં એક કૌંસ દોરે. કૌંસમાં લાલ ટપકું કરે. તે ભાઇના સિનિયરે એક-બે વાર રજા મંજૂર પણ કરી. એક વાર ન રહેવાયું એટલે અરજદારને રજાનું કારણ કેમ લખ્યું નથી તેની પૃચ્છા કરી. પેલા ભાઇએ કહ્યું કે તેમણે પત્રના હાંસિયામાં રજાનું કારણ દર્શાવેલ છે!! સિનિયરને કંઇ ટપ્પો પડ્યો નહીં. પેલા ભાઇને ફોડ પાડવા કહ્યું. પેલા ભાઇએ કહ્યું, મારી મિસિસ ટાઇમમાં છે. રાંધવા, વાસણ સાફ કરવા વગેરે ઘરના કામ મારે કરવાના છે. એટલે રજા મૂકી છે!!! પછી કૌંસમાં લાલ ટપકું કરેલી રજાઓ મંજૂર કરવામાં કોઇ વાંધાવચકા નીકળ્યા નહીં?!
અમદાવાદ કલેકટર
કચેરીમાં દેરાસરી કરીને એક મામલતદાર હતા. દેરાસરીના પિતાનું નિધન થયું. દેરાસરીએ પિતાજીના ક્રિયાકરમ માટે રજા માગી. રજા મંજૂર કરવાના આગલા દિવસ લગી રજા મંજૂર ન થઇ. છેલ્લા દિવસે કલેક્ટરની ચેમ્બરમાં જઇ રજા મંજૂર કરવા વિનંતી કરી. કલેક્ટરે રજા નામંજૂર કરી. મારો બાપ મરી ગયો છે. હું રજા પર જઇશ જ. તારો બાપ મરી જાય ત્યારે તું રજા પર જતો નહીં કલેક્ટરને મોં પર ચોપડાવીને વનરાજની અદાથી દેરાસરી કલેકટરાલય છોડીને ઘરે આવી ગયા!
એક પ્રચલિત જોક મુજબ લશ્કરના કર્મચારીને રજાની જરૂર પડી. તેણે રજા મંજૂર કરવા અરજી કરી. રજા મંજૂર કરનાર અધિકારીએ રજા મંજૂર કરવા માટે પાકિસ્તાનની બે તોપ રજૂ કરવા જણાવ્યું. લાન્સનાયક કે સુબેદાર કક્ષાના કર્મચારીએ અડધા કલાકમાં બે પાકિસ્તાની તોપ પ્રસ્તુત કરી. અધિકારી ખુશ થઇ ગયાને રજા મંજૂર કરી દીધી. પછી સુબેદારને પૂછ્યું કે અત્યારે યુદ્ધ નથી, કોઇ સર્જિકલ સ્ટ્રાઇક નથી તો બે પાકિસ્તાની તોપ ક્યાંથી ઉઠાવી લાવ્યો.
હુજૂર પાકિસ્તાનના લશ્કરના કર્મચારીને રજા મંજૂર કરાવવી હોય ત્યારે આપણે અહીંની તોપ આપીએ છીએ. આપણે રજા જોઇએ ત્યારે એ લોકો તોપ આપે છે. રજા મંજૂર કરાવવાનો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -