નવી દિલ્હી/મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત 15 વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવા અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આવ્યો છે. આ ચુકાદામાં સીધા શિંદે જૂથને ન તો ફટકો આપ્યો છે કે ન તો ફાયદો આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે ગોગવાલેને શિંદે જૂથનો મુખ્ય દંડક ન બનાવવો ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે સરકાર આવશે અને જશે, પરંતુ અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.
તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોને જોવા દો, સુપ્રીમ કોર્ટે પણ રાજ્યપાલની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી છે. શિંદે જૂથનો વ્હીપ ગેરકાયદે છે અને અમારા વ્હીપ દ્વારા આપવામાં આવેલ આદેશ કાયદેસર છે. તે વ્હીપ મુજબ દરેકની (શિંદે જૂથ) સભ્યપદ રદ કરવામાં આવશે. બીજી બાજુ સંજય રાઉતના નિવેદનનો જવાબ આપતા એકનાથ શિંદે જૂથના શિવસેના સાંસદ રાહુલ શેવાળેએ કહ્યું કે સંજય રાઉત પાગલ થઈ ગયા છે અને પાગલ વ્યક્તિ પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેને પાગલની જેમ બોલવા દો અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. વ્હીપની નિમણૂક કરવાનો નિર્ણય રાજકીય પક્ષ લઈ શકે છે અને ચૂંટણી પંચે એકનાથ શિંદેના પક્ષને તમામ અધિકારો આપ્યા છે, તેથી હવે સ્પીકર નિર્ણય લેશે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આ દેશમાં લોકશાહીનું રક્ષણ કરવું એ અમારું કામ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો મેં રાજીનામું ન આપ્યું હોત, તો હું ફરીથી મુખ્ય પ્રધાન બની શક્યો હોત. હું મારા માટે નથી લડી રહ્યો, મારી લડાઈ છે. લોકો માટે, દેશ માટે.રાજકારણમાં મતભેદો છે, પરંતુ અમારો એક અભિપ્રાય છે કે આ દેશને બચાવવાનો છે.
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે મહારાષ્ટ્ર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં ૫૦ વિધાનસભ્યનું હોર્સ ટ્રેડિંગ હતું, તેમને થપ્પડ મારવામાં આવી છે. આપણે જનતાની વચ્ચે જઈને કહેવું પડશે કે ભાજપ દેશમાંથી લોકશાહીનો નાશ કરશે.