ઉદ્ધવ ઠાકરે કેવો હતો તૂં… કેવો થઇ ગયો…આવો કેવો થઇ ગયો તૂં… આવા શબ્દો સાથે ઉપમૂખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે ઉદ્ધવ ઠાકરે પર જોરદાર ટિકા કરી હતી. નાગપુરમાં સ્વાતંત્ર્યવીર સાવરકર ગૌરવ યાત્રાના સમાપન સભામાં તેઓ બોલ્યા હતાં. એટલું જ નહીં સિંહની જેમ ગર્જના કીર તે બોલ્યા કે યાદ રાખજો હું ફડતૂસ નથી કારતૂસ છું… ઝૂકેગા નહીં સાલા… મૈં ઘૂસેગા…
થાણેમાં ઠાકરે જૂથના મહિલા કાર્યકર્તા રોશની શિંદે પર શિંદે જૂથની મહિલા કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે મંગળવારે ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે તેની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ થયેલ પત્રકાર પરિષદમાં ગૂસ્સો વ્યક્ત કરતાં રાજ્યને ફડતૂસ ગ્રૃહપ્રધાન મળ્યા છે એવી ટિકા તેમણે કરી હતી. ઠાકરે દ્વારા કરવામાં આવેલ આ ટિકાનો પડઘો નાગપુરમાં યોજાયેલ સ્વાતંત્ર્યવીર સાવરકર ગૌરવ યાત્રાની સમાપન સભામાં પડ્યાં હતાં. જ્યાં ઉપમૂખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે ઠાકરેના આ વિધાનની આકરી ટિકા કરી હતી.
ફડણવીસ બોલ્યા કે આજે ઉદ્ધવ ઠાકરે મને ફડતૂસ બોલ્યા છે. પણ યાદ રાખજો કે હું ફડતૂસ નહીં પણ કારતૂસ છું… ઝૂકેગા નહીં સાલા… મૈં ઘૂસેગા. જ્યારે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે સાવરકર પર વિવાદાસ્પદ વક્તવ્ય કર્યું હતું ત્યારે બાળાસાહેબ ઠાકરેએ એમના ફોટોને જોડાં માર્યા હતા. અને હવે કોંગ્રેસના નેતા સાવરકર પર બળાત્કાર અને સમલૈંગિકતાના ખોટા આક્ષેપો કરી રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે સત્તા માટે કોંગ્રેસના ખોળે બેઠા છે. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં આવી ને વીર સાવરકરનો અપમાન કર્યો તોય તમારો દિકરો આદિત્ય બીજે દિવસે એની સાથએ ગયાં એવી ટિકા પણ ફડણવીસે કરી.