રાજામૌલીની ફિલ્મ બાહુબલિથી તો આપણે બધા પરિચિત છીએ જ અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. આજે વર્ષો બાદ પણ આ ફિલ્મ દર્શકોના દિલો-દિમાગ પર એકદમ તરોતાજા છે. પરંતુ આપણે બાહુબલિ ફિલ્મ નહીં પણ બાહુબલિ હિલ્સ વિશે વાત કરવાના છીએ. જો તમે વિચારી રહ્યા હોવ કે બાહુબલિ ફિલ્મ સાથે આ હિલ્સનું કોઈ કનેક્શનછે તો એવું જરાય નથી. રાજસ્થાનના ઉદયપુર ખાતે બાહુબલિ હિલ્સ નામે આ સરસ મજાનું પર્યટનસ્થળ વિકસાવવામાં આવ્યું છે, જે પર્યટકોને આકર્ષી રહ્યું છે. મોટું તળાવ ઉદયપુર શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલું છે અને આ તળાવ ચારે બાજુથી અરવલ્લીની સુંદર ટેકરીઓથી ઘેરાયેલું છે અને આ ટેકરીઓને જ બાહુબલી હિલ્સ તરીકે ઓળખાય છે. આ બાહુબલિ હિલ્સ ટૂરિસ્ટની પહેલી પસંદગીનું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. સન પોઈન્ટ પરથી તમે મોટા તળાવનો ખૂબ જ સુંદર નજારો જોઈ શકાય છે.
હમણાં હમણાં લોકોમાં ફોટોશૂટનો ખૂબ જ શોખ છે અને દરેક જણને ફોટોશૂટ કરવાનો ખૂબ શોખ હોય છે. આવી પરિસ્થિતિમાં બાહુબલી હિલ્સ ફોટોશૂટ માટે એક પરફેક્ટ પ્લેસ છે. યુવાનો અહીં આવીને અનેક પ્રકારની રીલ્સ બનાવતા જોવા મળી રહ્યા છે. માત્ર ઉદયપુર જ નહીં, પણ આસપાસના શહેરોમાંથી પણ લોકો અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આવી રહ્યા છે. આ ઉપરાંત અહીં અનેક બોલિવૂડ અને હોલીવુડની ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે.તમે ટુવ્હીલર કે ફોર વ્હીલર પર સરળતાથી અહીં પહોંચી શકાય છે. લગભગ એક કિલોમીટરનો ટ્રેક કરીને તમે બાહુબલિ હિલ્સ પર પહોંચી શકો છો. અહીં તમારી પાસેથી આ હિલ્સના વિકાસ અને સફાઈ માટે સ્થાનિક લોકો દ્વારા 10 રૂપિયાની ફી લેવામાં આવે છે. પરંતુ એ 10 રૂપિયાની ફી ટોટલી વર્થ છે, કારણ કે તમને અહીં જે કુદરતી નજારો જોવા મળે છે એ અદ્ભૂત છે.