થાણેઃ થાણે જિલ્લામાં ભિવંડીમાં આજે સવારના કેમિકલના ડ્રમમાં વિસ્ફોટને કારણે બે કર્મચારીનાં મોત થયા હતા, જેમાં સૌથી વિચિત્ર કહી શકાય એવો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે પાલિકાના અધિકારીએ કહ્યું હતું કે બુધવારે સવારના આઠ વાગ્યાના સુમારે ભિવંડીના કાંબે ખાતે એક યુનિટમાં આ બનાવ બન્યો હતો. કેમિકલ કાઢતી વખતે એક કર્મચારીએ સિગારેટ સળગાવી હતી અને ગણતરીની સેકન્ડમાં તેની આગ કેમિકલ સુધી ફેલાઈ હતી, પરિણામે તેમાં ભયંકર વિસ્ફોટ થયા હતા અને એમાં બે લોકો મોતને ભેટ્યા હતા.
ડ્રમમાંથી ડાએઈથાઈલીન ગ્લાઇકોલ કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે તેમાંથી એક જણે સિગારેટ સગગાવી હતી અને ત્યારે અચાનક આગ લાગ્યા પછી ત્યાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ આગને કારણે ચારેક જેટલા ડ્રમમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે જણનાં મોત થયા હતા. આ બનાવ પછી ફાયરબ્રિગેડના જવાનો દ્વારા આગને નિયંત્રણમાં લાવ્યા હતા તથા તેના અંગે નિઝામપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતુ