ઉત્તર પ્રદેશના બસ્તીમાં બાથરૂમ ચર્ચાનો વિષય બન્યો છે. જી હા, વાત જાણે એમ છે કે બાથરૂમમાં બે ટોયલેટ સીટ લગાવી છે, જેને જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. ઈન્ટરનેટ પર આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સૌ કોઈ એ વિચારી રહ્યા છે કે આખરે એક જ સમયે બે લોકો આ બાથરૂમ કેવી રીતે વાપરી શકશે.
મળતી માહિતી અનુસાર આ ઘટના મુખ્યાલયથી 20 કિમી દૂર આવેલા કુદરહા બ્લોકની છે જ્યાં પંચાયત અધિકારી શૌચાલયની સ્થિતિ જોઈને અચરજમાં મૂકાયા હતાં, જે બાદ દોષીને નોટિસ ફટકારવામાં આવી છે. ગામના સેક્રેટરી અને પ્રધાને 10 લાખ રૂપિયાના ખર્ચે શૌચાલયનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ આજ સુધી તેને કોઈ યુઝ કરી શક્યું નથી. એક જ બાથરૂમમાં બે ટોયલેટ સીટ લગાવવામાં આવી છે અને દરવાજો પણ લગાવવામાં આવ્યો નછી. આ પ્રકરણે જિલ્લા પંચાયતના અધિકારીએ સેક્રેટરીને નોટિસ મોકલીને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે.