Homeઆમચી મુંબઈબે કચ્છી યુવાનોએ એવરેસ્ટ સર કર્યો

બે કચ્છી યુવાનોએ એવરેસ્ટ સર કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કચ્છી વાણીયાનો દીકરો તો દુકાનજ સંભાળે, એ કહેવતને મુંબઇ ના કચ્છી સમાજના બે યુવાનોએ ખોટી પાડી છે. પંખીલ હરીશ રવજી છેડા (ગામ બીદડા) અને એના સાથીદાર મિથિલ રાજુભાઇ દેઢિયા (ગામ ગઢસીસા) પ્રથમ પ્રયાસમાં સફળતાપુર્વક ૧૭ મે ના રોજ જગતના સહુથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ઝંડો લહેરાવ્યો હતો. પંખીલ આઈઆઈટીમાંથી એમટેક નું ભણતર પૂરું કરેલ છે. ગયા વર્ષે પણ ૬૮૧૨ મીટરની ઊંચાઈ ધરાવતા અમાડબલમ શિખર પર પણ પ્રથમ પ્રયાસે સફળ ચડાણ કર્યા હતા. સ્પોર્ટ્સમાં હંમેશા અગ્રેસર એવો ૪૨ કિલોમીટરની મેરેથોનમાં પણ તેઓ ભાગ લે છે. પંખીલ ના પિતા હરીશભાઈ બીએમસીના માજી નગરસેવક છે, એના કાકા કોમલભાઈ છેડા કે જેઓ કચ્છ યુવક સંઘ સ્થાપક છે તેમણે આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી પંખિલ અને ત્રણ વર્ષથી નિખિલ માઉન્ટેનિયરિંગ કરી રહ્યા છે. ત્રીજી એપ્રિલે બંને મુંબઈથી રવાના થયા હતા, તેમની સાથે રહેલો અન્ય એક યુવાન અધરસ્તેથી પાછો ફરી ગયો હતો, પરંતુ નિખિલ અને પંખિલ મક્ક્મ રહ્યા હતા અને ૧૨ તારીખે તેમણે એવરેસ્ટનું ચડાણ ચાલુ કર્યું હતું. વાતાવરણમાં અચાનક પલટો આવતાં તેમને સાત કલાકનું ચડાણ કરતાં ૧૩ કલાક લાગ્યા હતા. આમ છતાં હિંમત હાર્યા વગર તેમણે ચડાણ પૂર્ણ કર્યું હતું. માઉન્ટ એવરેસ્ટના ૭૫ વર્ષના ઈતિહાસમાં ફક્ત ૭૨૫ લોકો સફળ ચડાણ કર્યું છે, તેમાં આ બે યુવાનોનો સમાવેશ થયો છે. જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી કચ્છી સમાજના એવરેસ્ટ સર કરનારા આ પહેલા યુવાનો છે, એમ પણ કોમલ છેડાએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -