જી હા, યુટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ બાદ હવે ટ્વીટર પણ યુઝર્સને કમાણી કરાવશે. હાલમાં જ ટ્વીટરના સંસ્થાપક ઈલોન મસ્કે ટ્વિટરના બ્લુ સબસ્ક્રિપ્શનની જાહેરાત કરી હતી. હવે પેઈડ યુઝર્સ હવે 10,000 કેરેક્ટર સુધીની Tweet પણ કરી શકશે. પહેલા તેની મર્યાદા 280 કેરેક્ટર હતી. એટલે કે ટૂંકમાં કહેવાનું થાય તો ટ્વીટરનું આ બ્લ્યુ સબસ્ક્રિપ્શન લેનાર યુઝર્સ સંપૂર્ણ ટ્વીટમાં એક આખો આર્ટિકલ લખીને પોસ્ટ કરી શકે એમ છે. આ ઉપરાંત યુઝર્સ બોલ્ડ અને ઇટાલિક જેવા ટેક્સ્ટ ફોર્મેટિંગનો પણ ઉપયોગ પણ કરી શકશે.
ટૂંકમાં કહેવાનું થાય તો કન્ટેન્ટ રાઈટર્સ યુટ્યુબની જેમ જ હવે ટ્વીટના માધ્યમથી પણ કમાણી થશે. આ માટે ટ્વિટરે મોનેટાઇઝેશન ફીચર રજૂ કર્યું છે. આ હેઠળ યુઝર્સ તેમના Followersને સબ્સ્ક્રિપ્શન પ્લાન ઓફર કરી શકશે અને ટેક્સ્ટ અને વિડિયો જોવા માટે ચાર્જ કરી શકશે. ભારતમાં ટ્વિટર બ્લ્યુનું સબસ્ક્રિપ્શન મોબાઈલ યુઝર્સ માટે મહિને રૂપિયા 900 અને વેબ યુઝર્સ માટે રૂપિયા 650 જેટલો રહશે.
આ બાબટે ટ્વીટરે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપતા જણાવ્યું હતું કે અમે Twitter પર લોકોનું રાઈટિંગ અને રીડિંગ બંનેનો એક્સપિરિયન્સ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. શુક્રવારથી શરૂ થઈ ગયો છે. નવી સુવિધાઓને ઍક્સેસ કરવા માટે યુઝર્સે Twitter Blue માટે સાઇન અપ કરવું પડશે અને એપ્લાય કરવું પડશે. સીધા Twitter પર કમાણી માટે તમારા એકાઉન્ટ પર સબ્સ્ક્રિપ્શન્સ એક્ટિવ કરો અને આ નવી પોલિસીની એપ્લાય કરવા માટે સેટિંગ્સમાં મોનેટાઇઝેશન પર ટેપ કરો.
મસ્કે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ટ્વિટર 12 મહિના સુધી કમાણીનો કોઈ હિસ્સો લેશે નહીં. જોકે, Android અને iOS 30% ફી વસૂલ કરે છે. આ ચાર્જ ક્રિએટર્સની આવકમાંથી બાદ કરવામાં આવશે. આ ચાર્જ વેબ પર લગભગ 8% અને iOS-Android પર 30% છે. જો કે, ગૂગલે મસ્કના દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું કે અમે ચાર્જ 30% થી ઘટાડીને 15% કરી દીધો છે. ટ્વિટર વોલ્યુમના આધારે નાની ફી ઉમેરશે. ટ્વિટર તમારા કામના પ્રચારમાં પણ મદદ કરશે. અમારો હેતુ ક્રિએટર્સની આવક વધારવાનો છે.
મસ્ક દ્વારા ટ્વિટરની આવક વધારવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે. તેઓ તેમના પ્લેટફોર્મ પરથી કમાણી કરવા માટે માત્ર જાહેરાતકર્તાઓ પર નિર્ભર રહેવા માંગતો નથી. આ કારણોસર તેમણે વિશ્વભરમાં બ્લુ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં 44 અબજ ડોલરમાં ટ્વિટરની ડીલ કરી હતી. એ સમયે મસ્કે એવું જણાવ્યું હતું કે કંપની દરરોજ 32 કરોડ રૂપિયાનું નુકસાન કરી રહી છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે મસ્કે ટ્વિટરની સ્ટ્રેટેજીમાં પણ ફેરફાર કર્યો છે.