Homeટોપ ન્યૂઝTwitter Down: અનેક દેશોમાં ટ્વિટરની સેવાઓ ખોરવાઈ, યુઝર્સ પરેશાન

Twitter Down: અનેક દેશોમાં ટ્વિટરની સેવાઓ ખોરવાઈ, યુઝર્સ પરેશાન

દુનિયાના ઘણા દેશોમાં ટ્વીટરની સેવાઓ ખોરવાઈ છે. ટ્વિટર સપોર્ટે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. આજે હજારો યુઝર્સે ટ્વીટ કરીને અમુક સર્વિસનો ઉપયોગ કરી શકતા ન હોવાની માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટરમાં આ ખામી એટલા માટે આવી છે કે સીઈઓ એલોન મસ્કે યુએસમાં તેના યુઝર્સને 4 હજાર શબ્દો સુધીની ટ્વિટ કરવાની સુવિધા શરૂ કરી છે.
ઘણા યુઝર્સે જણાવ્યું કે તેમને ટ્વીટ કર્યા બાદ મેસેજ મળી રહ્યો છે કે તમારી ટ્વીટ કરવાની લિમિટ પૂરી થઈ ગઈ છે. તમે ટ્વીટ કરવાની મર્યાદા વટાવી દીધી છે. આ ઉપરાંત યુઝર્સને ડાયરેક્ટ મેસેજ મોકલવામાં, એકાઉન્ટને ફોલો કરવામાં અને કન્ટેન્ટ પોસ્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

“>

ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે યુઝર્સે સાઇટને રિફ્રેશ કરવા છતાં નવા ટ્વીટ લોડ થઈ રહ્યા નથી, સાઈટ રિફ્રેશ કર્યા પછી પણ જૂની ટ્વીટ પોપ અપ થઈ રહી છે.
અહેવાલો અનુસાર, ઈલોન મસ્કના કાર્યકાળ દરમિયાન આ પહેલીવાર બન્યું છે જ્યારે લોકોને આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. ઈલોન મસ્કે ગયા વર્ષે કંપનીનો કબજો સંભાળ્યા પછી તેના બે તૃતીયાંશ કર્મચારીઓને બરતરફ કર્યા હતા, લોકોને આશંકાઓ હતી કે કંપની આટલા ઓછા કર્મચારીઓ સાથે કેવી રીતે સરળતાથી કામ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -