જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી છે, ત્યારથી નવા નવા નિયમોને લઈને ટ્વિટર સતત ચર્ચા રહ્યું છે. લગભગ દરેક મીડિયા સંસ્થા ટ્વિટરને લગતા સમાચાર કવર કરી રહી છે. કેટલીક મીડિયા સંસ્થા સતત ઈલોન મસ્કની નીતિઓની ટીકા કરી રહી છે જે એલોન મસ્કને એ ગમ્યું નથી એવું લાગી રહ્યું છે. મળતી માહિતી મુજબ ગુરુવારે ટ્વિટર અને તેના નવા માલિક ઇલોન મસ્કને કવર કરી રહેલા પત્રકારોના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થઇ ગયા હતા. સસ્પેન્ડેડ એકાઉન્ટ્સની યાદીમાં ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ, સીએનએન અને અન્ય મીડિયા સંસ્થા માટે કામ કરતા પત્રકારોના નામ સામેલ છે.
ટ્વિટરે એકાઉન્ટ સસ્પેન્ડ કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. એકાઉન્ટ શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને શા માટે યુઝર્સની પ્રોફાઇલ અને અગાઉની ટ્વીટ ગાયબ થઈ ગઈ તે અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે તે સ્પષ્ટ છે કે આ પત્રકારો ટ્વિટર અને એલોન મસ્કને કવર કરી રહ્યા હતા.
એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા બાદ ઈલોન મસ્કનું એક ટ્વિટ સામે આવ્યું છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે ડોક્સિંગના નિયમો પત્રકારો પર પણ લાગુ પડે છે. કોઈપણ વ્યક્તિની અંગત માહિતી શેર કરવા બદલ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે.
Criticizing me all day long is totally fine, but doxxing my real-time location and endangering my family is not
— Elon Musk (@elonmusk) December 16, 2022
“>
તમણે જણાવી દઈએ કે ડોક્સિંગ એટલે કોઈ પણ વ્યક્તિની અંગત માહિતી તેની પરવાનગી વગર ઓનલાઈન શેર કરવી. મીડિયાના અહેવાલો મુજબ જેમના ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થયા છે એ પત્રકારોએ આ પોલીસીનો ભંગ કર્યો છે.