ટેલિવિઝનની દુનિયાના સૌથી લોકિપ્રય ટીવી શો અનુપામામાં દરરોજ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યા છે અને હવે આવા જ એક હાઈ વોલ્ટેજ ડ્રામાને કારણે અનુજ અને અનુપમા છુટા પડી જાય એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. એટલું જ નહીં અનુજ તો અનુપમાને છુટાછેડા આપી દેવાની ધમકી સુધી આપતો દેખાય છે. વાત જાણે એમ છે કે સિરિયલમાં હવે નવો ટ્વીસ્ટ આવી રહ્યો છે જેમાં બાપુજીને એક્સિડન્ટ થશે અને એનો આરોપ અનુજ પર લાગશે. અનુજ બાપુજીને રસ્તામાં મૂકીને આગળ વધી જાય છે. જેવો અનુજ ત્યાંથી નીકળે છે એટલે એક ટ્રક સાથે બાપુજી ટકરાય છે. બીજી બાજુ લાંબા સમયથી બાપુજી ઘરે ના પહોંચતા બા ઘરે કકળાટ કરી મૂકે છે કે બાપુજી ઘરે નથી આવ્યા. ત્યાર બાદ અનુજ અને પુરો પરિવાર બાપુજીની શોધમાં નીકળે છે. બાપુજી માટે અનુજા ખૂબ જ હેરાનપરેશાન થઈ જાય છે. અનુપમાના આવા વર્તનથી અનુજ પરેશાન થઈ જાય છે અને આખરે કંટાળીને તેણે અનુપમા સામે શાહ પરિવાર અને છોટી અનુ-કે પોતાનામાંથી કોઈ એક બાજુ પસંદ કરવાનું જણાવે છે. એટલું જ નહીં જ નહીં નવા વર્ષમાં નવી શરુઆત થશે એવું કહીને તેણે અનુપમાને છુટાછેડા આપવાની ધમકી પણ આપે છે. છોટી અનુ અને અનુજ દૂર થઈ જશે એ વાતથી ગભરાયેલી અનુપમા અનિચ્છાએ પણ શાહ પરિવારથી દૂર થશે. આ વાત બા વનરાજને જણાવશે અને વનરાજ આખા પરિવારનું ધ્યાન રાખવાની જવાબદારી ઉઠાવવાનો નિર્ણય લે છે.