Homeઉત્સવટીવી ચેનલ બ્રોડકાસ્ટિંગ: જહાં તેરી યે નજર હૈ મેરી જાં મુજે ખબર...

ટીવી ચેનલ બ્રોડકાસ્ટિંગ: જહાં તેરી યે નજર હૈ મેરી જાં મુજે ખબર હૈ

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

જે રીતે ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં દિવસે દિવસે નવી ક્રાંતિ તરફ પ્રગતિ થઈ રહી છે. એવી જ રીતે ટીવી ક્ષેત્રમાં પણ એક નવા યુગનો સૂર્યોદય થઈ રહ્યો છે. એક સમયે દૂરદર્શનથી શરૂ થયેલું ટીવી આજે સમયની અપડેટ પર સ્માર્ટ ટીવી બની ગયું છે. ઘણા લોકો તો આને સ્માર્ટ સ્ક્રીન પણ કહે છે. જેને ઘરના કે ઓફિસના વાઇફાઇ કનેક્શન સાથે કનેક્ટ કરીને મોટી સ્ક્રીન ઉપર થિયેટર જેવી મજા ટીવી સ્ક્રીન ઉપર માણી શકાય છે. બીજી તરફ કેબલ ઓપરેટર્સની જગ્યા સ્વીચ કરનારા ડિટુએચ કનેક્શન ઘણી બધી રીતે અપગ્રેડ થઈ રહ્યા છે. એમાં પણ હવે એચડી વિઝન શરૂ થતા ઘણી
બધી રીતે મોટો ફાયદો થઈ રહ્યો
છે. આવનારા દિવસોમાં હવે એ
સમય ખૂબ નજીક છે કે જેમાં પિક્ચર ડાયમેન્શન ખૂબ વધારે હોય અને થિયેટર જેવી ઇફેક્ટ ઘરમાં પણ
શક્ય હોય.
સ્માર્ટ ટીવી સૌથી વધુ લોડ ઇન્ટરનેટ પર થયો છે. કારણ કે વારંવાર બફરિંગ કે લોડિંગ થાય એ કોઈને ગમતું નથી. સ્પીડ અને ક્લિયારિટીની મજા છે. કદાચ આ કારણથી જ મોટાભાગના લોકો ટીવીને હજુ ઘરની પ્રથમ પસંદગી અને પ્રાથમિક જરૂરિયાત માને છે. ઘણી બધી રીતે ટીવી એ એક મોટી દુનિયા બનાવી છે. આટલું સરસ રીતે રજૂ કર્યા બાદ ટેણિયો પોતાના ઓરીજનલ રંગમાં આવ્યો. એ કંઈ બોલવાનું શરૂ કરે એ પહેલા ભગા કાકાએ જોરદાર સવાલ પૂછ્યો. એલા ટેણિયા આપણા ઘરે જુદા જુદા સેટઅપ બોક્સવાળા આવે છે અને અલગ અલગ પ્લાન બતાવે છે. આવી ચેનલ પ્રોવાઇડર કંપનીઓ ખરેખર કેટલું કમાતી હશે? એમની પાસે આ ચેનલ ક્યાંથી આવતી હશે? શું તેઓ આખા વર્ષની રકમ આપીને ચેનલ ખરીદતા હશે? પ્રશ્ર્નોના તીર ટેણિયાના માથામાં યુદ્ધ લડતા યોદ્ધાની જેમ ખૂંચવા લાગ્યા. થોડા સમય માટે તો ટેણિયાના મિત્રની પણ ચોટલી ખેંચતો થઈ ગઈ.
પછી ટેણિયો થોડું વિચારીને બોલ્યો, કાકા આ ખૂબ અલગ પ્રકારની ટેકનોલોજી છે. જેમાં આપણે સાવ સરળ ભાષામાં સમજીએ તો દરેક ચેનલ પાસે રેડિયો જેવી ચોક્કસ પ્રકારની ફ્રિકવન્સી હોય છે. શરૂઆત તમારા જમાનાથી કરીએ. જ્યારે કેબલ ટીવી આવ્યા ત્યારે એક કેબલ ઓપરેટર પાસે મોટી વિશાળ ડીશ હતી. જેમાંથી સમયાંતરે એક સિગ્નલ્સ સરળતાથી આપ લે થતા એ સિગ્નલ વાયા કેબલ થઈને આપણા ઘર કે ઓફિસ સુધી પહોંચતા. જે સિગ્નલના રૂપે એક ચેનલ આપણી સ્ક્રીન ઉપર જોવા મળતી. આ ટેકનોલોજીનો સૌથી મોટો ખોટનો ધંધો એ હતો કે વચ્ચેથી કોઇક ફાસલો મારે તો આપણા ઘરે આવતું પ્રસારણ વચ્ચેથી અટકી જાય અને કેબલ ઓપરેટરને પણ વાયરમાં લોસ જાય. આની ખોટ ન જાય એટલા માટે ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ શરૂ થઈ. પણ હવે એમાં મોટા વાવડ એ છે કે, જીઓ એર ફાઇબરને ગયા વર્ષે જીઓ દ્વારા ૪૫મી એજીએમ એટલે કે વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
જોકે કંપનીએ તેની ઉપલબ્ધતા વિશે ક્યારેય કોઈ માહિતી આપી નથી. હવે રિપોર્ટ બહાર આવેલ છે. એક નવો અહેવાલ કહે છે કે, “એરફાઈબર આગામી થોડા મહિનામાં લોન્ચ થઈ શકે છે. “જીઓ ફાઇબર સુપરફાસ્ટ ૫ૠ ઈન્ટરનેટ કોઈપણ લોડ અને ખૂબ ઓછા વાયર વિના પ્રદાન કરવા જઈ રહ્યું છે. વપરાશકર્તાઓને ફક્ત એક ઉપકરણ ચાલુ કરવાની જરૂર છે, તે ઉપકરણના રાઉટર જેવું લાગે છે. આ ઉપકરણ દ્વારા જ તમને તમારા ઘરમાં ૫ૠ હોટસ્પોટ મળશે.
ઘર અને ઓફિસમાં ગીગાબાઈટ-સ્પીડ ઈન્ટરનેટ ચલાવી શકે છે. એવું પણ જાણવા મળે છે કે ગયા વર્ષે જીઓની એક જાહેરાતમાં ફાઇબર બતાવવામાં આવ્યું હતું.
આ વીડિયોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે, એક એપ દ્વારા મેનેજ કરી શકાય છે, સાથે જ તેમાં તમને પેરેંટલ કંટ્રોલ પણ મળશે. આ છત્રી મૂકીને આપણે ભારતમાં ગમે ત્યાં ટીવીની મજા માણી શકીએ છીએ, પછી ભલે તે નાનું ગામ હોય કે જંગલ, અને આ બધું ઇસરો દ્વારા મોકલવામાં આવેલા સેટેલાઇટની મદદથી શક્ય બન્યું છે, જે હજારો કિલોમીટર દૂર છે. પૃથ્વી તે સમગ્ર ભારતના નકશાને આવરી લે છે.
૧૯૯૬માં પહેલીવાર ભારતમાં ડીટીએચ સેવા શરૂ કરવા માટે સરકાર સમક્ષ તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે તેને ફગાવી દીધો હતો. તમામ મંત્રીઓની સલાહ લીધા પછી, ભારતમાં તેનું ઈન્ડિયન સ્કાય બ્રોડકાસ્ટિંગ (ઈંજઊુંઇ) શરૂ કરવાનું વિચાર્યું અને તે સમયની ગઉઅ સરકારે તેને સ્વીકાર્યું અને ભારતમાં ઉઝઇં સેવા શરૂ કરવાની મંજૂરી આપી.
જ્યાં આને લગતા ઘણા નિયમો બનાવવામાં આવ્યા અને પછી ૨ ઓક્ટોબર, ૨૦૦૩ના રોજ પહેલીવાર ઝીએ ભારતમાં પ્રથમ ડીટીએચ ડીશ ટીવી નામથી લોન્ચ કર્યું. અને તેના લોન્ચિંગના બે વર્ષમાં ડીશ ટીવીએ ૩૫૦,૦૦૦ સબસ્ક્રાઈબર ઉમેર્યા. આ પછી ડીડી ડાયરેક્ટ ડિસેમ્બર ૨૦૦૪ના રોજ પ્રસાર ભારતી દ્વારા પ્લસ આવ્યું, જેને આપણે આજકાલ ફ્રી ડીશ તરીકે પણ જાણીએ છીએ. આમાં આપણને ઘણી બધી ચેનલો ફ્રીમાં જોવા મળે છે. જેમાં સમગ્ર સિગ્નલ સિસ્ટમ આધારિત ડીશમાંથી કેબલ અને રિસિવર થકી આપણા ઘર સુધી ચેનલ આવતી થઈ. આ માટે ટાટા સ્કાય અને સન ટીવી જેવા મોટા નેટવર્ક કે અનેક ચેનલો સાથે ડિસ્ટ્રિબ્યુશન કરાર કર્યા હતા. જેના જુદા જુદા ફ્રિકવન્સી આધારિત સેટઅપ બોક્સની આખી સિસ્ટમ તૈયાર કરીને ગ્રાહકના ઘર સુધી શુદ્ધ ક્ધટેન્ટ પીરસવાની શરૂઆત થઈ. સિગ્નલ આધારિત ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ટીવીની દુનિયાના કેટલાય નકશા બદલી નાખ્યા, પરંતુ સૌથી વધારે વાંધો ત્યાં આવતો કે જ્યારે હવામાન ચોખ્ખું ન હોય ત્યારે સૌથી મોટા લોચા થતાં. હવે તો આ વિઘ્નનો પણ નિવેડો આવી ગયો છે.
સિગ્નલની સાથે સાથે ફ્રિકવન્સી અને ઇલેક્ટ્રો કોમ્યુનિકેશનથી આ તમામ સુરક્ષા મળતા આપણા ઘર સુધી ખૂબ સારી ચેનલ સરળતાથી પહોંચે છે.
આઉટ ઓફ ધ બોક્સ
ગમે તેવું આકરું અને ન ગમતું હોવા છતાં જતું કરવાનું રાખજો કારણ કે એક વખત સંબંધ ખોવાયા બાદ ગૂગલ પણ એને શોધી શકતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -