ભાભી જી ઘર પર હૈમાં અંગૂરીભાભીનો રોલ નિભાવીને લાખો લોકોના દિલની ધડકન બની ગયેલી એક્ટ્રેસ શુભાંગી અત્રેનો આજે જન્મદિવસ છે. આ સિરિયલે એક્ટ્રેસના કરિયરને ફર્શથી અર્શ પર પહોંચાડી દીધું હતું, પણ એની પર્સનલ લાઈફ રોલર કોસ્ટર રાઈડ જેવી રહી છે. થોડાક સમય પહેલાં જ એક્ટ્રેસ એક ઈન્ટરવ્યુમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે આખરે કેમ તેણે 19 વર્ષના લગ્ન જીવનનો ગયા વર્ષે અંત આણ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પુણેના પિયુષ પૂરે સાથે 2003માં એક્ટ્રેસે લગ્ન કરી લીધા હતા. પિયુષ અને શુભાંગી સ્કુલ ડેઝથી જ એકબીજાને પ્રેમ કરતા હતા અને બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. 19 વર્ષની વયે જ શુભાંગી મિસિઝ પૂરે બની ગઈ હતી અને લગ્ન બાદ જ બંનેને ત્યાં એક દીકરીનો જન્મ થયો જેનું નામ એમણે આશા રાખ્યું અને હાલમાં તેમની દીકરી 18 વર્ષની છે.
View this post on Instagram
ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતાં શુભાંગીએ જણાવ્યું હતું કે જ્યારે આશા બે વર્ષની હતી ત્યારે તેણે એક્ટિંગની દુનિયામાં પગ મૂકવાનો નિર્ણય લીધો હતો. એ જ દરમિયાન જેને એને સૌથી વધારે મદદ કરી કે મોટિવેટ કરી એ પિયુષ હતો. એક તરફ જ્યાં લગ્ન બાદ મોટા ભાગની એક્ટ્રેસ પોતાના કરિયરને ટાટા બાય બાય કહી દે છે કે પછી એમને મજબૂરીમાં આવું પગલું ઉઠાવવું પડે છે, ત્યાં મારા પતિએ મને સપોર્ટ કર્યો મારું કરિયર બનાવવામાં.
જો બધુ બરાબર હતું તો આખરે લગ્નજીવનમાં ભંગાણ કેમ પડ્યું એ બાબતનો ખુલાસો કરતાં એક્ટ્રેસ જણાવ્યું હતું કે અમારી વચ્ચે પર્સનલ ઈશ્યૂઝ હતા. અમે લોકોએ એ ઈશ્યૂઝ સોલ્વ કરવાની ટ્રાય પણ કરી, પરંતું એમાં અમને સફળતા મળી નહીં. બસ આ જ કારણસર અમે લોકોએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.
બસ આ પર્સનલ ઈશ્યૂઝને કારણે 19 વર્ષની લવ સ્ટોરીમાં પંક્ચર પડ્યું હતું અને બંને જણ છૂટા પડી ગયા હતા.