અભિનેતા શીજાન ખાન થાણે જેલમાંથી બહાર આવ્યો
થાણે: અભિનેત્રી તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં ધરપકડ બાદ ૨૫ ડિસેમ્બરથી જેલમાં રહેલા સહ-કલાકાર શીજાન ખાનને પાલઘર જિલ્લાની વસઇની કોર્ટે જામીન આપતાં રવિવારે શીજાન જેલમાંથી બહાર આવ્યો હતો.
પાલઘરમાં વાલિવ નજીક ટીવી સિરિયલના સેટ પર તુનીષા શર્માએ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ આત્મહત્યા કરી હતી. તુનીષાની માતાએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ શીજાન ખાનની બીજે દિવસે ધરપકડ કરી હતી.
વસઇ કોર્ટે શનિવારે શીજાનના જામીન મંજૂર કર્યા હતા. તપાસ પૂરી થઇ હોવાથી અને આરોપનામું પણ દાખલ થયું હોવાથી તેને હવે જેલમાં રાખવાની જરૂર નથી, એમ કોર્ટે કહ્યું હતું. થાણે સેન્ટ્રલ જેલમાંથી રવિવારે શીજાન બહાર આવ્યા બાદ બંને બહેનો તેને ભેટી પડી હતી. ત્યાં તેના સંબંધીઓ પણ આવ્યા હતા. (પીટીઆઇ) ઉ