અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલના મેઈન એકટર રહેલા શીઝાન ખાનની ડિસેમ્બર 2022માં કોએક્ટર તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી શીઝાન જેલમાં હતો. આખરે ત્રણ મહિના પછી તેને રાહત મળી. તેની જામીન અરજી મંજુર કરવામાં આવી છે.
શીઝાન ખાનને આજરોજ મુંબઈની કોર્ટમાંથી જામીન મળ્યા હતા. શીઝાનને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. કોર્ટ શીઝાનની જામીન અરજી ઘણા સમયથી ફગાવી રહી હતી.
તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર તુનીષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો.21 વર્ષીય અભિનેત્રી તુનીષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ ‘અલી બાબા’ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તે સમયે શીઝાન પર શંકા ઉપજી હતી કારણ કે તુનીશાએ છેલ્લે શીઝાન સાથે જ વાત કરી હતી.
શીઝાન ખાન અને તુનીષા શર્મા ‘અલી બાબા’ના લીડ સ્ટાર્સ હતા. બંનેની પહેલી મુલાકાત આ શોમાં જ થઈ હતી. લદ્દાખમાં શૂટિંગ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. મહિનાઓ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ શીઝાને ડિસેમ્બરમાં તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું. અભિનેત્રીની માતાએ દાવો કર્યો હતો કે શીઝાન તુનીષા સાથે છેતરપિંડી કરી રહ્યો હતો.