પેસિફિક મહાસાગરમાં આવેલા ન્યુ કેલેડોનિયાના દક્ષિણપૂર્વ વિસ્તારમાં આજે શુક્રવારે 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. યુએસ જીઓલોજિકલ સર્વિસેના જણાવ્યા પ્રમાણે ભૂકંપ 37 કિલોમીટર (23 માઇલ) ની ઊંડાઇએ આવ્યો હતો.
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ચેતવણી જાહેર કરતા કહ્યું કે, “પ્રારંભિક ભૂકંપના અનુમાનના આધારે, ભૂકંપના કેન્દ્રના 1,000 કિમી (620 માઇલ)ની અંદરના દરિયાકાંઠા પર જોખમી સુનામી મોજાની શક્યતા છે.”
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ન્યુ કેલેડોનિયા, ફિજી અને વાનુઆતુના વિસ્તારો માટે સંભવિત સુનામીની ચેતવણી આપી હતી.