ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની મત ગણતરીના ટ્રેન્ડમાં ભાજપે ફરી એકવાર બહુમતનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ભાજપ અત્યારે 34 સીટો પર આગળ છે. કોંગ્રેસ+લેફ્ટ 14 અને TMP 11 સીટો પર આગળ છે. અન્ય એક બેઠક પર આગળ છે. જો કે, ભાજપ+ ગત ચૂંટણીમાં મળેલી બેઠકોથી હજુ પણ 10 બેઠક પાછળ છે.
હાલના પરિણામો BJP+ 34, ડાબેરી+ 14, TMP 11, અન્ય 1 સીટ પર આગળ
ત્રિપુરામાંના વર્તમાન મુખ્ય પ્રધાન અને ભાજપના ઉમેદવાર માણિક સાહા ટાઉન બારડોવલી વિધાનસભા બેઠક પરથી પ્રારંભિક વલણોમાં આગળ છે. મતગણતરી ચાલી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ત્રિપુરા ચૂંટણીના પરિણામો જોઈએ, કારણ કે અમે ત્યાં ઘણી ઓછી સીટો પર ચૂંટણી લડી હતી અને પરંતુ ગઠબંધનથી બહુમતી મેળવી શકીશું. જ્યારે અંતિમ પરિણામો આવશે, ત્યારે જોઈશું.
લાંબા સમયથી ડાબેરી મોરચાનો ગઢ રહેલા ત્રિપુરામાં ભાજપે 2018માં ખૂબ જ મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. આ ચૂંટણી એટલા માટે મહત્વની છે કારણ કે 60 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પડકારવા માટે પરંપરાગત હરીફો કોંગ્રેસ અને ડાબેરીઓએ પ્રથમ વખત હાથ મિલાવ્યા છે.