Homeદેશ વિદેશ60 બેઠક માટે લડી રહેલાં 259 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે 28 લાખ...

60 બેઠક માટે લડી રહેલાં 259 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે 28 લાખ મતદાતા

આજે યોજાઈ રહેલી ત્રિપૂરામાં 60 બેઠકો માટે 259 ઉમેદવારો વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે અને તેમની કિસ્મતનો ફેંસલો 28 લાખ મતદારો કરશે. 3,337 મતદાન કેન્દ્ર પર સવારે સાતથી બપોરે 4 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે અને તેમાંથી પણ 1,100 મતદાન કેન્દ્રો સંવેદનશીલ અને 28 કેન્દ્ર અતિસંવેદનશીલ છે.
ભાજપ આઈપીએફટી સાથે યુતિ કરીને ચૂંટણી લડી રહ્યું છે અને તેને કારણે સીપીઆઈ (એમ) કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. આ સિવાય ભૂતપૂર્વ રાજવી પરિવારના વંશજ પ્રદ્યોત બિક્રમના ટિપરા મોથા પક્ષ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. આ સાથે સાથે જ મમતા બેનર્જીની પ્રાટી ટીએમસી પણ આ ચૂંટણીમાં અમુક જગ્યા પરથી પોતાના ઉમેદવારોને ઊભા રાખ્યા છે. રાજ્યમાં વિધાનસભાની 60 બેઠક માટે 259 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. બીજી માર્ચના મતગણતરી કરવામાં આવશે.
મતદાન સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્વક પાર પડે એ માટે ચૂંટણી પંચ દ્વારા 31,000 મતદાન કર્મચારી અને કેન્દ્રીય દળના 25,000 સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. આ સિવાય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે રાજ્ય સશસ્ત્ર પોલીસ અને રાજ્ય પોલીસના 31,000 કર્મચારીઓને તહેનાર કર્યા છે.
આ બેઠકો પર છે લોકોની નજરો
મુખ્ય પ્રધાન માણિક સાહા ટાઉન બારડોવલીની બેઠક પરથી લડી રહ્યા છે તો કેન્દ્રિય પ્રધાન પ્રતિમા ભૌમિક ધાનપુરથી, ડાબેરી કોંગ્રેસના સીપીઆઈએમના સ્ટેટના સેક્રેટરી જિતેન્દ્ર ચૌધરી સબરૂમ ખાતેની બેઠક પરથી લડી રહ્યા છે. આ સિવાય પૂર્વોત્તર રાજ્યના ભૂતપૂર્વ રાજવી પરિવારના વંશન અને ટિપરા મોથાના સ્થાપક પ્રદ્યોત દેબબર્મા આ વખતે ખુદ રણભૂમિમાં નથી ઉતર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -