સુરતમાં હજીરા રોડ ખાતે કિન્નરોનું રેમ્પવોક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 21 જેટલા કિન્નરો દ્વારા ફ્યુઝન અને ટ્રેડિશનલ થીમ પર રેમ્પવોક કર્યું હતું.
સુરતના સુપર મોડલને ટક્કર આપતા કિન્નરોનું અનોખો ફેશન શો યોજાયો હતો. આ ફેશન શોમાં માત્ર કિન્નરોએ જ રેમ્પવોક કર્યું હતું. કિન્નરોને સમાનતા આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
રેમ્પવોક કરનાર મોડેલોએ જણાવ્યું હતું કે આ ફેશન શો માટે છેલ્લા ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા. જ્યારે સ્ટેજ પર ગયા ત્યારે પણ મને ડર હતો. પછી મેં વિચાર્યું કે છોકરા, છોકરીઓ અને મોડલો જે કરી શકે તે કિન્નર કેમ ન કરી શકે. એ બધું જ મેં છોડી દીધું અને એક જ ફોકસ રાખી રેમ્પવોક કર્યું. જેથી મને ખૂબ જ ખુશી મળી હતી.