Homeઆમચી મુંબઈગટર સાફ કરતા સમયે બે કામગારોનાં મોત

ગટર સાફ કરતા સમયે બે કામગારોનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નવી મુંબઈમાં ગટર સાફ કરતા સમયે બે કામગારોનાં મૃત્યુ થયાં હોવાનો આઘાતજનક બનાવ બન્યો હતો. નવી મુંબઈના રબાળે એમઆઈડીસીમાં આ દુર્ઘટના બની હતી. ત્રીજા કામગારની તબિયત ગંભીર હોવાનું કહેવાય છે.
નવી મુંબઈના રબાળે એમઆઈડીસીમાં ગટર ચોકઅપ થઈ ગઈ હતી. તેથી તેનું સફાઈનું કામ ખાનગી કંપનીને આપવામાં આવ્યું હતું. આ ગટર રબાળેમાં પ્લોટ નંબર ડબ્લુ ૩૧૦માં એક ખાનગી કંપની સામે આવેલી હતી, જ્યાં ગટરની ચેંબર ખોલીને સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. ગટરમાં મોટા પ્રમાણમાં કચરો અને ગંદકી હોવાનું જણાઈ આવ્યું હતું. તેની સફાઈ માટે વિજય ઝાડખંડ, સંદીપ હંબે અને વિજય હૉદસા નામના યુવકો તેમાં ઊતર્યા હતા.
આ ચેંબરમાં ગંદકીને કારણે ઝેરી ગૅસ હોવાને કારણે અંદર ઊતરેલા બે યુવકના ગૂંગળાઈને અંદર બેશુદ્ધ થઈ ગયા હતા. તેની જાણ થતા જ તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તો એકની હાલત ગંભીર હોઈ તેના પર સારવાર ચાલી રહી છે.
આ પ્રકરણમાં પોલીસે બેદરકારી દાખવવા બદલ સુપરવાઇઝરની ધરપકડ કરી હતી અને તેને ૮ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
નવી મુંબઈના એમઆઈડીસીમાં અનેક કંપનીઓ ગેરકાયદે પદ્ધતિએ રસાયણ મિશ્રિત પાણી ગટરમાં છોડતા હોય છે. આ બાબતો પ્રત્યે પાલિકા અને પ્રદૂષણ નિયંત્રણ મંડળ જાણીજોઈને દુર્લક્ષ કરતી હોવાને કારણે બે કામગારોને જીવ ગુમાવવો પડ્યો હોવાની ફરિયાદ સ્થાનિક નગરસેવકે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -