Homeટોપ ન્યૂઝTourism sector: નાણાં પ્રધાનની મોટી જાહેરાત, ઊભી કરાશે રોજગારની તકો

Tourism sector: નાણાં પ્રધાનની મોટી જાહેરાત, ઊભી કરાશે રોજગારની તકો

સંસદમાં આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2023-2024 (Union Budget 2023 ) માટેનું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં નાણાં પ્રધાને પ્રવાસન ક્ષેત્રને પણ છુટ્ટા હાથે ભેટ આપી છે. નાણા પ્રધાને મોટી જાહેરાત કરતા લોકોને મોટી સંખ્યામાં રોજગાર મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રવાસન ક્ષેત્ર પર જાહેરાત કરી છે. રાજ્યની મદદથી પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ મિશન મોડમાં કરવામાં આવશે. આ બજેટમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે.
પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ મિશન મોડમાં
બજેટ 2023 નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રાજ્યો, સરકારી કાર્યક્રમો અને જાહેર-ખાનગી ભાગીદારીની સક્રિય ભાગીદારી સાથે મિશન મોડ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે કહ્યું કે દેશ દેશી અને વિદેશી પર્યટકો માટે અપાર આકર્ષણો આપે છે. પ્રવાસન ક્ષેત્રે ઉપયોગ કરવાની અપાર સંભાવનાઓ છે. 2014થી સરકારના પ્રયાસોએ તમામ નાગરિકો માટે જીવનની સારી ગુણવત્તા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. માથાદીઠ આવક બમણીથી વધુ વધીને રૂ. 1.97 લાખ થઈ છે. પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -