Homeધર્મતેજઆવતીકાલે છે ગંગા સપ્તમી, અચૂક કરો આ ઉપાય અને સુખ-સમૃદ્ધિને આવકારો...

આવતીકાલે છે ગંગા સપ્તમી, અચૂક કરો આ ઉપાય અને સુખ-સમૃદ્ધિને આવકારો…

આવતીકાલે એટલે કે 27મી એપ્રિલ, 2023માં ગંગા સપ્તમી છે અને આ દિવસે શાસ્ત્રોમાં ગંગાજળના કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો આ દિવસે ઉપાયો કરવામાં આવે તો પરિવાર પરથી સંકટ ટળે છે અને ખુશહાલીઓ આવે છે. આજે આપણે અહીં ગંગા સપ્તમી પર કરવાના કેટલાક ઉપાયો વિશે વાત કરીશું, આ ઉપાયો અજમાવીને તમે પણ તમારા પરિવારને ખુશહાલ વાતાવરણ આપી શકશો-

ગંગા સપ્તમીના દિવસે શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરો. શિવને ચઢાવવામાં આવેલું આ જળ એકઠું કરો અને આખા ઘરમાં તેનો છંટકાવ કરો. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી તમારા પર કે પરિવાર પર કોઈ પણ પ્રકારનો કાળો જાદુ કામ કરતો નથી. આ સિવાય ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ આવે છે.
ગંગાના પાણીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગંગા સપ્તમીના દિવસે ગંગાના જળમાં કાળા તલ નાખીને એ પાણી પીપળાને અર્પણ કરો. આ ઉપાય માટે એવું કહેવાય છે કે આ કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે.

જો તમારી દીકરીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અને તેને યોગ્ય જીવનસાથી ન મળે તો ગંગા સપ્તમીના દિવસથી 21 દિવસ સુધી સતત ગંગાજળ અને એક ચપટી હળદર નાખીને સ્નાન કરવાનું રાખો. આવું કરવાથી ગુરુ મજબૂત થાય છે અને લગ્નમાં આવી રહેલાં અવરોધોનો અંત આવે છે.

ગંગા સપ્તમી 27 એપ્રિલ ગુરુવારના આવી રહી છે અને ગુરુવાર એ શ્રી હરિને સમર્પિત છે. આવી પરિસ્થિતિમાં ગંગાના જળમાં કેસર નાખીને દક્ષિણાવર્તી શંખનો અભિષેક કરવો જોઈએ અને એની સાથે જ ઓમ નમો ગંગાય વિશ્વરૂપિણ્યૈ નારાયણાય નમો નમઃ. મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. આને કારણે વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવે છે.

એક સર્વસામાન્ય ધાર્મિક માન્યતા છે કે ગંગા સપ્તમીથી દોઢ મહિના સુધી પિત્તળના વાસણમાં ગંગા જળ ભરીને ઘરની ઉત્તર દિશામાં રાખવાથી આર્થિક સંકટ દૂર થઈ જાય છે, દેવું પણ ધીરે ધીરે ઉતરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -