Homeઆમચી મુંબઈઆવતીકાલે આ વિસ્તારમાં નહીં આવે પાણી...

આવતીકાલે આ વિસ્તારમાં નહીં આવે પાણી…

મુંબઈઃ સુધરાઈ દ્વારા ઈસ્ટર્ન સબર્બ `એલ’ વોર્ડમાં ખૈરાની રોડ પર તુકારામ બ્રિજ અને જંગલેશ્વર મહાદેવ મંદિર વચ્ચે 1200 mm વ્યાસની ભૂગર્ભ જળ ચેનલ (અસલ્ફા આઉટલેટ) ના પુનર્વસન અને મજબૂતીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને આ કામ 10 દિવસ સુધી ચાલવાનું હોવાથી આસપાસના વિસ્તારમાં પાણી પુરવઠા પર તેની અસર જોવા મળશે. જોકે, નાગરિકોને પડતી અગવડતાને ધ્યાનમાં રાખીને દર શુક્રવારે બપોરે 1:00 વાગ્યાથી રવિવારે સવારે 05:00 વાગ્યા સુધી આ કામગીરી હાથ ધરવામાં આવશે.

વાત જાણે એમ છે કે દર શનિવારે એટલે કે 13મી મે 2023, 20મી મે 2023 અને 27મી મે 2023ના રોજ ‘એલ’ વોર્ડના નીચેના જણાવવામાં આવેલા વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. જળ ઈજનેર વિભાગે તમામ સંબંધિત નાગરિકોને આગલા દિવસે સાવચેતીના પગલારૂપે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવા અને પાણી છૂટથી અને ઉકાળીને પીવાની અપીલ કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં નહીં આવે 13મી, 20મી અને 27મી મેના પાણી

સંઘર્ષ નગર, લોયલકા કમ્પાઉન્ડ, સુભાષ નગર, ભાનુશાલીવાડી, યાદવ નગર, દુર્ગામાતા મંદિર, કુલકર્ણીવાડી, ડીસોઝા કમ્પાઉન્ડ, લક્ષ્મી નારાયણ રોડ, જોશ નગર, આઝાદ માર્કેટ…

પાણી પુરવઠાનો નિયમિત સમય સવારે 8.00 થી બપોરે 1.00 વાગ્યા સુધીનો છે. જોકે, દર શનિવારે એટલે કે 13મી મે 2023, 20મી મે 2023 અને 27મી મે 2023ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -