મેષ રાશિ : આવકમાં વૃદ્ધિ થશે. મન કોઇ ભ્રામક સમાચારને કારણે ચિંતિત રહેશે. આરોગ્ય મધ્યમ રહેશે. વ્યાપારિઓ માટે આજનો દિવસ અનુકુળ અને સુખદ રહેશે. આજે ભગવાન શનિદેવની આરાધના કરજો.
વૃષભ રાશિ : કોર્ટ-કચેરીના કામોમાં હારનો સામનો કરવો પડશે. પિતાની તબિયતની કાળજી લેજો. આરોગ્ય મધ્યમ રહેશે. વ્યાપાર પણ આજે મધ્યમ ગતીએ આગળ વધશે.
મિથનુ રાશી : અપમાનીત થવાનો ડર લાગશે. યાત્રા દરમિયાન કષ્ટ થઇ શકે છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે. વ્યાપારમાં પ્રગતી ધીમી રહેશે.
કર્ક રાશિ : ઇજા થઇ શકે છે. કોઇ અણધારી મૂશ્કેલી આવી શકે છે. સંભાળીને રહેજો. પરિસ્થિતિ પ્રતિકૂળ રહેશે. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. વ્યાપાર પણ મધ્યમ રહેશે.
સિંહ રાશિ : જીવનસાથીના આરોગ્યની કાળજી લેજો. નોકરી-વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય રહેશે. કોઇ આરોપ-પ્રત્યારોપ થઇ શકે છે. સ્વાસ્થ્ય-પ્રેમ અને વ્યાપારની સ્થિતિ મધ્યમ છે.
કન્યા રાશિ : આજે શત્રુઓ પર વિજય મેળવી શકશો. રોકાયેલા કામો થશે. પગમાં ઇજા થઇ શકે છે. આરોગ્ય મધ્યમ રહેશે. વ્યાપાર મધ્યમ રહેશે.
તુલા રાશિ : પ્રમી સાથે તૂં-તૂં મેં-મેં થઇ શકે છે. મન ચિંતિત રહેશે. સંતાનના આરોગ્યનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. વ્યાપાર પર મધ્યમ રહેશે.
વૃશ્ચિક રાશિ : જમીન-મકાન કે વાહનની ખરીદીમાં મૂશ્કેલી આવશે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થશે. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે કારણે કે આજે જે જાતકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમણે કાળજી લેવી. વ્યાપારમાં પ્રગતી થશે.
ધનુ રાશિ : આરોગ્યની કાળજી લેજો.પરિવારના સભ્યોનું આરોગ્ય પણ મધ્યમ રહેશે કાળજી રાખજો. ભાઇઓ અને મિત્રો સાથે અણબનાવની શક્યાતા છે. વ્યાપારિઓ માટે દિવસ પ્રગતીકારક રહેશે.
મકર રાશિ : મોઢાને લગતી કોઇ બિમારી થઇ શકે છે. જો રોકાણ કરશો તો નૂકસાન થશે. આરોગ્ય અને વ્યાપારની સ્થિતિ મધ્યમ રહેશે.
કુંભ રાશિ : સકારાત્મક અને નકારાત્મક ઉર્જાની વચ્ચે ફંસાયેલા રહેશો. જરુરિયાતની વસ્તુંઓ માટે સંઘર્ષ કરવો પડશે. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. વ્યાપારમાં પ્રગતિ થશે.
મીન રાશિ : માથામાં અથવા આંખની ઉપર ઇજા થઇ શકે છે. પ્રેમ-સંતાનની સ્થિતિ મધ્યમ છે તમારી વચ્ચે દૂરી આવવાની શક્યતા છે. વ્યાપાર સારો ચાલશે. આજે ભગવાન શંકરનો અભિષેક કરજો.