Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય 18 માર્ચ 2023 : આજે સૂર્યની જેમ ચમકશે...

આજનું રાશિ ભવિષ્ય 18 માર્ચ 2023 : આજે સૂર્યની જેમ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય, જાણો આજનું રાશિફળ.

મેષ રાશિ : મન પ્રસન્ન રહેશે. દાંપત્ય સુખમાં વૃદ્ધિ થશે. માતાનું સાનિધ્ય પ્રાપ્ત થશે. દોડ-ધામ વધશે. વ્યવસાયમાં મૂશ્કેલીઓ આવી શકે છે. પિતા તરફથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે. પ્રગતીના દ્વાર ખૂલશે.
વૃષભ રાશિ : આજે માનસીક ચિંતા રહેશે. ધૈર્ય બનાવી રાખજો. નોકરીમાં કામની જવાબદારીઓ વધી શકે છે. આવકમાં વધારો થશે. વસ્ત્રો પર ખર્ચ વધશે. ભાઇઓ સાથે મનભેદ થઇ શકે છે.
મિથનુ રાશી : ધૈર્ય બનાવી રાથવાનો પ્રયાસ કરજો. નોકરીમાં પ્રમોશનના યોગ છે. આવકમાં વધારો થશે. સત્તાધિશોનો સહયોગ મળશે. વધારે મહેનત કરવી પડશે. કાર્યક્ષેત્રે સફળતા મળશે.
કર્ક રાશિ : મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીમાં પરિવર્તનનો અવસર મળશે. વિદેશ યોગ છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે.
સિંહ રાશિ : મન ચિંતિત રહેશે. સયંમ રાખજો. ખોટા ક્રોધ અને વાદવિવાદોથી બચજો. કોઇ પૈતૃક માલ-મિલતને કારણે ધનની પ્રાપ્તિ થઇ શકે છે. મિત્રોના સહકારથી નોકરીના અવસર મળશે. પ્રગતીના માર્ગ ખૂલશે.
કન્યા રાશિ : મન પ્રસન્ન રહેશે, છતાં માનસિક શાંતી બનાવી રાખજો. પરિવારનો સહકાર મળશે. કેટલાંક જૂના મિત્રોને મળવાનું થશે. સ્વાદિષ્ટ ભોજન તરફ રુચિ વધશે. ભાઇઓનો સાથ મળશે.
તુલા રાશિ : આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. કલા કે સંગીત પ્રત્યે રસ વધશે. પારિવારિક જીવન સુખમય બનશે. વ્યવસાયમાં મૂશ્કેલીઓ આવી શકે છે. સાવધાન રહેજો. શૈક્ષણિક કાર્યોમાં અડચણ આવી શકે છે.
વૃશ્ચિક રાશિ : મન ચિંતિત રહેશે. ધર્મ-કર્મમાં રુચિ વધશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. વાહનની સાર-સંભાળમાં ખર્ચ વધી શકે છે. વ્યવસાયમાં લાભની શક્યતા છે. કોઇ મિત્રના સહકારથી વ્યવસાય શરુ કરી શકો છો.
ધનુ રાશિ : વાણીમાં મીઠાશ રહેશે. સંયમ રાખજો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ-વિવાદથી બચજો. પ્રગતીની તક મળશે. આવકમાં વધારો થશે. કાર્યભારમાં પણ વધારો થશે. ધનલાભ થશે.
મકર રાશિ : મન શાંત રહેશે. દાંપત્ય સુખમાં વૃદ્ધિ થશે. નોકરી માટે વિદેશ જવાનું થઇ શકે છે. વાહન સુખમાં વધારો થશે. કાર્યક્ષેત્રે પરિશ્રમ વધશે. આરોગ્યની કાળજી લેજો.
કુંભ રાશિ : સંયમ રાખજો. ક્રોધ અને આવેશના અતિરેકથી સંભાળજો. મન ચિંતિત રહેશે. પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળની મુલાકાતે જશો. આરોગ્યની કાળજી રાખજો. સંતાનને લઇને ચિંતા રહેશે.
મીન રાશિ : આત્મ વિશ્વાસથી ભરપુર રહેશે આજનો દિવસ. છતાં સંયમ બનાવી રાખજો. પરિવારમાં શાતિ બનાવી રાખવા પ્રયાસ કરજો. નોકરીમાં પ્રગતીના અવસર મળશે. આવકમાં વધારો થશે. ખર્ચ પણ વધશે. વિવાદની પરિસ્થિતિ ઊભી થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -