મેષ રાશિ:
શેરબજારના કામકાજમાં સાવધાની રાખવાથી સફળતા મળે. જુના ઉઘરાણીના નાણાંની વસુલાત સફળ થાય. સામાજિક કામમાં વ્યસ્ત રહેવું પડે પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. મહિલાઓ માટે અનુકૂળ સમય રહેશે.
વૃષભ રાશિ:
નવી નોકરીનો પ્રારંભ કરી શકો. આપની ગણતરી મુજબનું કામકાજ થવાથી આનંદ ઉત્સાહ રહે. ઉઘરાણીના નાણાં પાછા મળી શકે. મહત્વના નિર્ણયો લઈ શકાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઈચ્છિત તક પ્રાપ્ત થાય.
મિથુન રાશિ:
આવેશ અને ઉશ્કેરાટ વગર આજનો દિવસ શાંતિથી પસાર કરવો મનમાં ઉદ્વેગ રહ્યા કરે. બહારગામ જવાના યોગ ઉભા થાય. પરિવારમાં આનંદ મંગલનું વાતાવરણ રહે.
કર્ક રાશિ:
કામમાં સરળતા રહેતા કામ કરવાનો ઉત્સાહ વધે. આપના કામની પ્રશંસા થાય. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ મળે યાત્રા પ્રવાસ સફળ થાય. મિત્ર સાથેનો નાણા વ્યવહાર સફળ રહે. મહિલાઓને ધર્મની પ્રવૃત્તિમાં શાંતિનો અનુભવ થાય.
સિંહ રાશિ:
શેરબજારમાં નવા રોકાણના નિર્ણયો સફળ થાય. જમીન મકાન અને વાહનના કામમાં સાનુકૂળતા રહે. નવી ભાગીદારીના યોગ ઉભા થાય. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ મળે.
કન્યા રાશિ:
નોકરીમાં ઉપરી અધિકારી સાથેના મતભેદ દૂર થાય. કૌટુંબિક સભ્યો સાથે મનમેળ જળવાઈ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસમાં અપેક્ષિત લાભ મળે.
તુલા રાશિ:
નોકરીમાં અપેક્ષા મુજબના નિર્ણયો લઈ શકો. અગત્યના કામકાજ અંગે બહાર જવાનું થાય. મિલકત લેવડદેવડની પ્રવૃત્તિ સફળ રહે મહિલાઓને કામકાજમાં સરળતા રહે.
વૃશ્ચિક રાશિ:
જાહેર ક્ષેત્રના કામમાં, ધંધાકીય કામમાં દોડધામ રહે. સિઝનલ ધંધામાં લાભ રહે. કૌટુંબિક પ્રશ્ને આપની ચિંતામાં વધારો થાય. આજના દિવસે કોઇપણ સાથે વિવાદમાં ઉતરવાનું ટાળવું.
ધન રાશિ:
આજના દિવસે શેર બજારથી દૂર રહેવું હિતકારી છે. કામકાજમાં હરીફાઈનો સામનો કરવો પડે. નોકરીમાં અપેક્ષિત માર્ગદર્શન મળે. વાહન મિલકતસંબંધી નિર્ણય લઈ શકો. મહિલાઓને કુટુંબના સભ્યોના સહયોગ મળે.
મકર રાશિ:
શેરબજારમાં વેપાર સફળ થાય. નોકરીના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. કારોબારની આર્થિક પ્રગતિ થાય. સંતાનોનો સહયોગ મળી રહે. વિદ્યાર્થીઓને પરદેશમાં વિદ્યા અભ્યાસના યોગ ઊભા થાય.
કુંભ રાશિ:
આજે આપના મનને શાંતિ જણાય નહીં. મનમાં ઉચાટ રહે. મિત્ર વર્ગની ચિંતા રહે. દૈનિક ચિંતામાં વધારો જણાય.
મીન રાશિ:
નોકરીના અધૂરા કામકાજ સફળતાથી પૂર્ણ થાય. કાર્ય ક્ષેત્રે મતભેદો નિવારી શકાય. આપના કામની પ્રશંસા થાય. મિલકતના નિર્ણયો અનુકૂળ બની રહે. મહિલાઓને કામકાજમાં સફળતા મળે.