આજે શનિવાર 25, માર્ચ સાંજે 7 વાગ્યા પછી ચંન્દ્ર મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં સંચાર કરશે. તેથી ચન્દ્ર આજે આખો દિવસ ગ્રહણ યોગમાં રહ્યાં બાદ સાંજે પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. સાથે જ આજે ભરણી અને કૃષિકા નક્ષત્રનો પણ પ્રભાવ રહેશે. તેથી આજનો દિવસ મેષ અને કન્યા રાશિના જાતકો માટે શુભ રહેશે. તો ચાલો જાણીએ શનિવારનો દિવસ મેષ થી મીન રાશિ સુધીના જાતકો માટે કેવો રહેશે.
મેષ રાશિ : મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા આપનારો રહેશે. આજે તમને દરેક કાર્યમાં એક પછી એક સફળતા મળતી રહેશે. જેને કારણે તમારા ઉત્સાહનો પાર નહીં રહે. જોકે સાંજના સમયે તબીયત કથળતી લાગશે. તેથી કાળજી રાખજો. સંતાનના ભવિષ્યને લઇને તમે આજે જરા ચિંતિત રહેશો. દિવસનો થોડો સમય તમે તમારા વડિલોની સેવામાં વિતાવશો.
વૃષભ રાશિ : વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતવાળો રહેશે. આજે તમને તમારા અધૂરા કાર્યોને પૂર્ણ કરવામાં ખૂબ મહેનત કરવી પડશે. આળસનો ત્યાગ કરજો. સામાજીક પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. છેલ્લાં કેટલાંય સમયથી જીવનસાથી સાથે ચાલતા વિવાદ પર આજે પૂર્ણ વિરામ આવશે. જેને કારણે પરિવારના તમામ સભ્યો ખૂશ દેખાશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પણ સાંજથી તમારા કેટલાક શત્રુ પ્રબળ થશે તેથી સાવધાન રહેજો.
મિથનુ રાશી : મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. સંતાનની કારકિર્દીને લઇને આજે દોડ-ભાગ થશે. વિદેશમાં વ્યાપાર કરનારાઓને આજે વિદેશ યાત્રાનો યોગ છે. તમે તમારા માટે થોડો સમય કાઢવાનો પ્રયત્ન કરશો પણ તેમા સફળતા નહીં મળે. આજે તમે તમારા જીવનસાથીને શ્રૃગાંરનો કોઇ સામાન ભેટ સ્વરુપે આપી શકો છો. તમારા પર માતા-પિતાનો આશિર્વાદ રહેશે.
કર્ક રાશિ : કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મૂશ્કેલી ભર્યો રહેશે. આજે કોઇ કાયદાકીય મૂશ્કેલી ઊભી થઇ શકે છે. જો તમારો કોઇ કોર્ટ કેસ ચાલી રહ્યો હશે તો આજે તે ફરીથી ઓપન થશે જે તમારી ચિંતાનું કારણ બની શકે છે. બિનઉપયોગી ખર્ચને કારણે તમારા જમા કરેલા રુપિયામાં ઘટ થશે. વેપારીવર્ગને આર્થિક તંગીનો સામનો કરવો પડશે. વિદ્યાર્થી વર્ગને સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડશે.
સિંહ રાશિ : સિંહ રાશિના જાતકોને આજે ભાગ્યનો સાથ મળી રહેશે. તમે તમારા પરિવાર સાથે આજે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવશો. જેથી પરિવારના લોકો ખૂશ થશે. જોકે તેને કારણે તમારા પર ખર્ચનું ભારણ આવશે. આજે માન-સન્માન, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સાસરી પક્ષ સાથે સંબંધો વધુ મજબૂત બનશે. મિત્રો સાથેની લેવડ-દેવડમાં સંભાળજો નહીં તો પાછળથી પસ્તાવો થશે. જીવનસાથી આજે તમારા નિર્ણયને પૂરો સહકાર આપશે. આજે બહાર ખાવાનું ટાળજો.
કન્યા રાશિ : કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. તમે આજે તમારા ઘરમાં કોઇ નવું જરુરી સામાન લાવી શકશો. આજે તમારી આર્થિક સ્થિતિનો વિચાર કરીએ તો તમે ભવિષ્યને લઇને ચિંતિત રહેશો. સંતાન તરફથી કોઇ સારા સમાચાર મળશે. ભાઇની સલાહથી તમારા વ્યવસાયને નવું જીવન મળશે. જીવનસાથીના આરોગ્યને લઇને તમે થોડા ચિંતિત રહેશો.
તુલા રાશિ : તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. જોકે આજે તમારે કોઇ પણ વિષયમાં ફસવાથી દૂર રહેવુ. તમે પોતાના કામ પર ફોકસ કરજો, બીજાની વાતોમાં ના પડશો. માતા સાથે વિવાદ થઇ શકે છે પણ ધીરજ રાખજો. વિદ્યાર્થીઓને પરિક્ષાનું સારું પરિણામ મળશે. સાંજનો સમય તમે તામારા આસ-પાસના લોકો સાથે કોઇ માંગલીક કાર્યમાં વિતાવશો.
વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના જાતકોને આજે ભાગ્યનો ભરપુર સાથ મળશે. સામાજીક અને રાજકીય ક્ષેત્રે કામ કરનારાઓ માટે આજનો દિવસ સારો છે કારણ કે તમને સારો મોકો મળશે. કૌટુમ્બિક વ્યવસાય માટે આજે તમને કોઇની સલાહની જરુર પડશે, પણ અનુભવી વ્યક્તિ પાસેથી જ સલાહ લેજો. સંતાનને આજે કોઇ શારિરિક સમસ્યા થઇ શકે છે. જે તમારા માટે ચિંતાનો વિષય બનશે. તમે જો લાંબા સમયથી કોઇ પ્રોપર્ટી ખરીદવાનું આયોજન કરી રહ્યાં છો તો આજે તે પૂરું થશે.
ધનુ રાશિ : ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરિવારના સદસ્ય આજે તમારાથી ખૂશ રહેશે. નાના બાળકો આજે તમને કોઇ નિવેદન કરી શકે છે. પુત્ર અથવા પુત્રીના લગ્ન બાબતે કોઇ વાત થઇ શકે છે. જીવનસાથી આજે તમને ક્યાંક બહાર લઇ જવાનું કહેશે. લવ લાઇફ ઉત્તમ છે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મિત્રોનો સહકાર મળશે.
મકર રાશિ : મકર રાશિના જાતકોને આજે ભાગ્યનો સાથ મળી રહેશે. તમે આજે ઘરે જરુરિયાતનો કોઇ સામાન ખરીદી શકશો. જેને કારણે ખર્ચામાં વધારો થશે. રોજગારના ક્ષેત્રે પ્રયાસ કરતા લોકોને સફળતા મળશે. વિદેશ વ્યાપારથી લાભ થશે. ફયાસેલા નાણાં પરત મળશે. જેને જોઇને તમે પ્રસન્ન થશો. સાસરી પક્ષે સંબંધોમાં તિરાડ આવી શકે છે. તેથી વાણી પર સંયમ રાખજો.
કુંભ રાશિ : કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. તમે સંતાન માટે એવો કોઇ ઉપહાર લાવશો જેને કારણે તમારા માન-સન્માનમાં વધારો થશે. સામાજીક પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રે શત્રુઓથી સાવધાન રહેજો કારણ કે એ તમને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરશે. આજે તમારી મુલાકાત કોઇ જૂના મિત્ર સાથે થશે જેની સાથે વાત કરીને તમે પ્રસન્ન થશો. બિઝનેસ માટે જીવન સાથીની સલાહની જરુર પડશે. આજે માતા-પિતાની સેવાનો મોકો મળશે.
મીન રાશિ : મીન રાશિના જાતકોને આજે ભાગ્યનો સાથ મળશે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય અંગે વિચારી રહ્યાં છો તો આજનો દિવસ ઉત્તમ છે. ભવિષ્યમાં તમને ખૂબ સહકાર મળશે. સંતાનના ભવિષ્યની ચિંતા ઓછી થશે. સંતાનને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત જોઇને મન ખૂશ થશે. આજે તમે તમારા કોઇ મિત્રની મદદ કરશો. ભાઇ-બહેનોના સહકારની જરુર પડશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. પણ તમે ચિંતા ના કરતા સાંજ સુધી બધુ ઠીક થઇ જશે.