મેષ રાશિ : આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેશે. કાર્યક્ષેત્રે નિતિવાન રહીને કામ કરજો. જો તમે કોઇ પિકનિક પર જવાનો પ્લાન બનાવ્યો હશે તો આજે એના પર વિરામ લાગશે. પોતાના લોકોની ખૂશીમાં તમે ખૂશ રહેશો. બજેટ બનાવીને ચાલશો તો સારો લાભ થઇ શકે છે. અદેખાઇમાં વધારે ખર્ચના ના કરતા નહીં તો આગળ જતા પૈસાની ખોટ સાલશે. કોઇ પણ કાયદાકીય કામમાં આજે ઢીલ ના રાખતા.
વૃષભ રાશિ : આજનો દિવસ વેપારીઓ માટે લાભદાયક છે, મોટો ફાયદો થશે. જો તમે કોઇ મહત્વની ચર્ચામાં સામેલ થવાના હશો તો તમારી વાત લોકો સામે જરુરથી મૂકજો. કોઇ મનોકામના પૂર્ણ થવાથી દિવસ આનંદમય બનશે. પ્રવાસના યોગ છે. કોઇની પણ સાથે તમારા મનની વાતો શેર ના કરતા. કોઇ કામને લઇને જો તમે લાંબા સમયથી ચિંતિત હશો તો આજે એ કામ પૂર્ણ થઇ જશે. મામા પક્ષથી આજે ધનલાભ થશે. માતા-પિતાના આરોગ્યની કાળજી રાખજો.
મિથનુ રાશી : આજનો દિવસ કેટલીક સમસ્યા લઇને આવ્યો છે. કાર્યક્ષેત્રે સાવધાની રાખજો. તમારા જુનિયર્સને કારણે તમે ચિંતિત રહેશો. આજે સુખ-સુવિધાની કોઇ વસ્તું ખરીદવાનો યોગ છે. પૈતૃક સંપત્તિ બાબતે મૌન રાખવુ હિતાવહ છે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસ સંબધિત કોઇ મહત્વની જાણકારી મળી રહેશે. ઘરના વયસ્કોની મદદથી કોઇ મહત્વનું કામ પૂરું થશે.
કર્ક રાશિ : આજનો દિવસ ધાર્મિક કાર્યો સાથે જોડાઇને નામ કમાવવાનો છે. લાંબાગાળાની કેટલીક યોજનાઓને ગતી મળશે. કોઇના પર અતિવિશ્વાસ આજે ભારે પડશે. કોઇ લાંબા અંતરના પ્રવાસનો યોગ છે. કાર્યક્ષેત્રે તમારો દેખાવ ઉત્તમ રહેશે. જેને કારણે તમારા ઉપરી અધિકારી પણ તમારી પ્રશંસા કરશે. સંતાનો આજે કોઇ વસ્તુંને લઇને તમારી પાસે જીદ કરશે. દાન-ધર્મમાં તમારો રસ વધશે. ઘરના તમામ સભ્યોને સાથે લઇને ચાલવાના પ્રયાસમાં રહેશો.
સિંહ રાશિ : આજનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ઉતાળે નિર્ણય લેવાનું ટાળજો. સંતાનના વિવાહને લઇને આવતા અવરોધો આજે કોઇ મિત્રની મદદથી દૂર થશે. જો અગાઉ તમે કોઇને નાણાં ઉછીના આપ્યા હશે તો એ આજે પાછા મળશે. કોઇ શારિરક વ્યાધીને કારણે તમે આજે હેરાન થશો. આકસ્મીક ધનલાભ થતાં તમારા આનંદનો પાર નહીં રહે. કોઇ પણ મિલકતનો સોદો કરતાં પહેલાં તેના તમામ પાંસાઓ ચકાસી લેજો નહીં તો મૂશ્કેલી આવી શકે છે.
કન્યા રાશિ : આજનો દિવસ એક નવી ઉપલબ્ધી લઇને આવશે. ઉત્તમ ટિમવર્ક કરીને તમે લોકોને હેરાન કરી દેશો. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારી જવાબદારીઓને સમયસર પૂરી કરજો નહીં તો પ્રોબ્લેમ થઇ શકે છે. વેપાર માટે કોઇ પણ વાતને સમજ્યા-વિચાર્યા વગર હા પાડવી નહીં. આજે તમે જીવનસાથીને શોપીંગ પર લઇ જશો. દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. તમારો કઇ મિત્ર લાંબા સમય બાદ તમારા ઘરે જમવા આવશે.
તુલા રાશિ : નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ ઉત્તમ છે. કાર્યક્ષેત્રે પ્રગતી થતાં મન પ્રસન્ન રહેશે. લોકોની વાતોને નજર અંદાજ કરજો. કોઇની પણ વાત પર ભરોસો ના કરતા. ઉધારની લેવડ-દેવડમાં સતર્ક રહેજો. આવક અને જાવકમાં સંતુલન રાખજો નહીં તો મોટી સમસ્યા આવી શકે છે. વિદ્યાર્થીઓએ જો કોઇ નોકરી માટે પરિક્ષા આપી હશે તો આજે તેનું પરિણામ જાહેર થશે. તમારે કાયદાકીય બાબતે સાવધાની રાખવી પડશે.
વૃશ્ચિક રાશિ : આજનો દિવસ રચનાત્મક કાર્યો સાથે જોડાઇને નામ કમાવવાનો રહેશે. યાત્રા દરમિયાન કોઇ મહત્વની જાણકારી મળશે. તમારે કોઇ એક લક્ષ સાથે આગળ વધવું પડશે. આર્થિક ક્ષેત્રમાં કાર્યરત લોકો કોઇ કામને કારણે ચિંતિત રહેશે. તમને એક કરતા વધારે સ્ત્રોતમાંથી નાણાં પ્રાપ્ત થશે પણ ખર્ચા આજે તમારા પર હાવી રહેશે. પરિવારના કોઇ સભ્ય સાથે તમે આજે મનની વાતો કરશો. બહારની કોઇ પણ વ્યક્તિના કામમાં દખલ ના દેતા.
ધનુ રાશિ : આજનો દિવસ ફળદાયી છે. આજે તમારા સારા વિચારો તમને મદદરુપ થશે. જમની-મકાન-દુકાન કે પછી વાહન ખરીદવાની યોજના બનાવી શકશો. જીવનસાથી સાથે મતભેદ અને વિવાદ થશે. સુખ સુવિધાઓ વધતા ખર્ચ પણ વધશે. કારકીર્દીને લઇને ચિંતિત લોકોને સારું કામ મળી શકે છે. ભાવુક થઇને કોઇ પણ નિર્ણય ના લેતા નહીં તો પશ્ચતાવાનો વારો આવશે. પરિવારના કોઇ સભ્યનું આરોગ્ય કથળતા તમે ચિંતિત રહેશો.
મકર રાશિ : આજનો દિવસ તમારા સાહસ અને પરાક્રમમાં વધારો કરશે. બિઝનેસમાં બેધ્યાન ન રહેતા. સંતાન સાથે કોઇ વાતને કારણે વિવાદ થઇ શકે છે. મિત્રો સાથે પિકનિકનો પ્લાન કરી શકો છો. બધાને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કરશો. ઘરના વડિલો સાથે વાત કરતા વાણીમાં મીઠાશ રાખજો. સામાજિક ક્ષેત્રમાં કામ કરતાં લોકોને કોઇ મોટું પદ મળતા તેમની ખૂશીનો પાર નહીં રહે.
કુંભ રાશિ : આજના દિવસે આરોગ્યની કાળજી લેજો. બેકિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો આજે બચત યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ભવિષ્ય માટે સારા રોકાણો કરશો. પરિવારમાં માહોલ ઉત્વસ જેવો રહેશે, પરિવારના જ કોઇ સભ્યનો લગ્નનો પ્રસ્તાવ મંજૂર થતાં આનંદમય વાતાવરણ રહેશે. તમને કોઇ મહત્વના લોકોને મળવાનો મોકો મળશે. તમે સંસ્કારો અને પરંપરાને આગળ લઇ જશો. જો તમે કોઇને કોઇ વાયદો કર્યો છે તો આજે એ પૂરો કરજો.
મીન રાશિ : આજનો દિવસ તમારા માટે ખાસ છે. કામોને પૂરા કરવા તમે બધા જ પ્રયત્નો કરશો જેને કારણે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. રચનાત્મક વિષયો સાથે સંકળાયેલા રહેશો. સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. કાર્યક્ષેત્રે સારું પ્રદર્શન કરી અધિકારીઓનું દિલ જીતવામાં સફળ રહેશો. ભાગીદારીમાં કોઇ કામ કરતા તમને થોડું નૂકસાન થઇ શકે છે. તેથી સાવધાની પૂર્વક કામ કરજો. સંતાન માટે તમે કોઇ ઉપહાર લઇને આવશો જેને કારણે તમારી વચ્ચેનું પ્રેમ વધુ ગાઢ બનશે.