Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય 09 માર્ચ 2023 : લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓ માટે આજનો...

આજનું રાશિ ભવિષ્ય 09 માર્ચ 2023 : લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓ માટે આજનો દિવસ ઉત્તમ, વિવાદ ટાળજો.

મેષ રાશિ : લાંબા સમય માટેના રોકાણો માટે આજનો દિવસ ઉત્તમ છે. આર્થિક અને વ્યવસાયીક દ્રષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. શારિરિક અને માનસીક સ્ફૂર્તિ રહેશે. મિત્રો અને પરિવાર તરફથી ઉપહાર મળશે. એમની સાથે સમય આંનદદાયક રહેશે. પરિવાર સાથે કોઇ કાર્યક્રમ અથવા પ્રવાસ પર જવાની શક્યતા છે. પરોપકાર માટેના કામ તમને આંતરિક ખૂશી આપશે.
વૃષભ રાશિ : આજે તમારી વાણીનો જાદૂ કોઇને અભિભૂત કરી તમને લાભ અપાવશે. વાણીની સૌમ્યતા નવા સંબધો સ્થાપીત કરવામાં મદદરુપ બનશે. નવા કામ કરવાની પ્રેરણા મળશે. વાંચન-લેખન જેવી સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ વધશે. પરિશ્રમનો અપેક્ષિત પરિણામ ન મળતા થોડી નિરાશા થશે. વિદ્યાર્થી અભ્યાસમાં સારો દેખાવ કરશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. પેટ સંબધીત તકલીફને કારણે હેરાનગતી થશે.
મિથનુ રાશી : મનાસિક દ્વિધામાં હોવાથી તમે મહત્વના નિર્ણયો નહીં લઇ શકો. વૈચારિક વંટોળને કારણે માનસિક અસ્વસ્થતા લાગશે. વધુ પતા ભાવુક બનશો તો તમારી દ્રઢતાને હાની પહોંચશે. પાણીવાળી જગ્યા તથા કોઇ પણ ગરમ તરલ પદાર્થથી સાવધાન. પરિવાર કે જમીન સંબધિત પ્રશ્નો પર ચર્ચા કરવાનું ટાળજો. શારિરિક અને માનસીક સ્વસ્થતાનો અભાવ વર્તાશે.
કર્ક રાશિ : શારિરિક અને માનસિક તાજગીની સાથે સાથે ઘરનું વાતાવરણ આનંદદાયક બનશે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાત થશે. મિત્રો પાસેથી લાભ થશે. શુભ કામની શરુઆત માટે આજનો દિવસ ઉત્તમ છે. કાર્યક્ષેત્રે સફળતા મળશે અને પ્રિય વ્યક્તિનો સાથ પ્રાપ્ત થશે. આર્થિક લાભ અને ભાગ્ય વૃદ્ધિની સંભાવના છે. નાનકો પ્રવાસ થઇ શકે છે. માન-સન્માનમાં વધારો થશે.
સિંહ રાશિ : પરિવારના સભ્યો સાથે દિવસ આનંદમય પસાર થશે. પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થશે. સ્ત્રી મિત્ર પાસેથી ખાસ મદદ મળશે. દૂર રહેતા મિત્રો અથવા સ્નેહીજનો સાથેનો સંપર્ક લાભ આપી જશે. તમારી પ્રભાવશાળી વાણીને કારણે અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકશો. આવક કરતા ખર્ચ વધુ થશે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે. નિર્ધારિત કાર્યમાં ઓછી સફળતા મળશે.
કન્યા રાશિ : આજે તમારી વૈચારિક ક્ષમતા વધશે. મીઠી વાણીને કારણે તમે લાભદાયી સંબધો વિકસાવી શકશો. ઉત્તમ ભોજન, ઉપહાર અને નવા વસ્ત્રો મળશે. શારિરિક અને માનસિક આરોગ્ય સારું રહેશે. આનંદની પ્રાપ્તિ, જીવનસાથી સાથેની નિકટતા અને પ્રવાસ-પર્યટનને કારણે આજનો દિવસ આનંદમય રહેશે.
તુલા રાશિ : આજના દિવસે જરા પણ અસંયમિત અને અનૈતિક વ્યવહાર તમને મૂશ્કેલીમાં મૂકી શકે છે. અકસ્માતથી સાચવજો. વાણીની જડતાને કારણે ઉગ્ર બોલાચાલી થઇ શકે છે. સગા-સંબધીઓ સાથે અણબનાવ થઇ શકે છે. મનોરંજન તથા હરવા-ફરવામાં પૈસા ખર્ચ થશે. શારિરિક અને માનસીક ઉદ્વેગ રહેશે, જોકે આધ્યાત્મિકતા કોઇ પણ કામ માટે આજે સહકારરુપ સાબિત થશે.
વૃશ્ચિક રાશિ : નોકરી-ધંધા કે વ્યવસાય માટે આજનો દિવસ લાભદાયી છે. મિત્રો સાથે મુલાકાત અને પ્રવાસનું આયોજન થશે. લગ્નઇચ્છુક યુવક-યુવતી માટે આજે સુવર્ણ સંધી છે. પુત્ર તથા પત્નીને કારણે લાભ થશે. મિત્રો તથા સ્નેહીજનો પાસેથી ઉપહાર મળી શકશે. ઉચ્ચ અધિકારીઓની કૃપા દ્રષ્ટી રહેશે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ થશે.
ધનુ રાશિ : આજે તમારી યશ-કિર્તી અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રે ઉપરી અધિકારીના ખૂશ થવાથી પદોન્નતીની સંભાવના છે. આરોગ્ય સારું રહેશે. પરિવારમાં આનંદભર્યુ વાતાવરણ રહેશે. પિતા તથા સરકાર પાસેથી લાભ મળશે. આર્થિક યોજના સફળતા પૂર્વક પાર પડશે. વ્યાપર અર્થે પ્રવાસની શક્યતાઓ છે. બીજાની મદદ કરવાનો પ્રયત્ન કરજો. દાંપત્ય જીવનમાં મીઠાશ બની રહેશે.
મકર રાશિ : બૌદ્ધિક કાર્ય અને સાહિત્ય લેખન જેવી પ્રવૃત્તિઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. તમારા વ્યવસાયમાં નવી વિચારધારા તમારા કામને નવું સ્વરુપ આપશે. વ્યવસાયીક ક્ષેત્રે પ્રતિકૂળ વાતાવરણને કારણે માનિસક અસ્વસ્થતા રહેશે. શારિરિક થાક લાગશે. સંતાનની સમસ્યા તમને હેરાન કરશે. ખોટી રીતે પૈસા ખર્ચ થશે. વિરોધિયો સાથે વાદ-વિવાદ ટાળજો.
કુંભ રાશિ : આજે તમને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. ઝગડા અને વિવાદ ટાળજો. ક્રોધ અને વાણી પર સંયમ રાખજો. પારિવારિક વાતાવરણ દૂષિત થશે. આર્થિક તંગી અનુભવાશે. વધારે પડતો વિચાર કરવાથી માનસિક થાક લાગશે. ઇશ્વરનું સ્મરણ અને આધ્યાત્મિકતા તમારા માનસીક ભારને ઓછું કરશે.
મીન રાશિ : રોજીંદા કામોથી બહાર નીકળી આજે તમે હરવા-ફરવા અને મનોરંજન માટે સમય કાઢશો. આમા પરિવારજનો અને મિત્રોને પણ સામેલ કરશો. જે એમના માટે પણ આનંદદાયક રહેશે. શારિરિક અને માનસીક રીતે તમે આખો દિવસ પ્રફૂલ્લિત રહેશો. તમારી પ્રતિષ્ઠામાં વદ્ધિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -