Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય 21 માર્ચ 2023 : આ રાશિના જાતકોએ આજે ઉતાવળ...

આજનું રાશિ ભવિષ્ય 21 માર્ચ 2023 : આ રાશિના જાતકોએ આજે ઉતાવળ ના કરવી, આ રાશિ માટે છે આજનો દિવસ સફળ

મેષ રાશિ : આજના દિવસે લેવડ-દેવડ કરતાં સાચવજો, કારણે વ્યાપારમાં આજે કોઇ મૂશ્કેલી આવી શકશે. તમારે યાદી બનાવીને કામ કરવું પડશે. તો જ તમે આજે કામ પૂરા કરી શકશો. નોકરી સંબધીત કોઇ પણ સમસ્યા હશે તો આજે તેનો હલ આવશે. આજે યોજનાબદ્ધ રિતે આગળ વધજો. રોકાણો પર ધ્યાન આપજો.
વૃષભ રાશિ : આજનો દિવસ તમારા માટે દોડ-ધામવાળો રહેશે. વ્યવસાયના કામોને લઇને આજે તમે ઉતાવળ કરશો તો જ તમારા કાર્યો પૂરા થશે. એક કરતા વધુ સ્ત્રોતમાંથી આવક થતા આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થશે જે તમારા માટે લાભદાયક બનશે. તમારા આકર્ષણને જોઇને આજે દરેક વ્યક્તિ તમારી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરશે. તમે આજે જીવન સાથીને કોઇ ઉપહાર આપશો.
મિથનુ રાશી : આજ નો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. મિલકતને લઇને કોઇ પણ કાયદાકીય ચૂકાદાની તમે લાંબા સમયથી રાહ જોતા હશો તો આજે તેનો નિકાલ તમારા પક્ષે આવી જશે. કાર્યક્ષેત્રે તમારી કોઇ જૂની ભૂલ અધિકારીઓની સામે આવશે. આજે કામમાં કોઇ પણ ઉતાવળ ના કરતાં નહીં તો તમે મૂશ્કેલીમાં આવી શકશો.
કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે ભાગ્યની દ્રષ્ટિએ ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસના દ્વાર ખૂલશે. બિઝનેસ કરનારા લોકો કોઇ બહારની વ્યક્તિ ની સલાહ ના લે તો જ સારું. કાર્યક્ષેત્રે સહકારીઓના સાથ મળશે. તમે તમારા ઘરે કોઇ ધાર્મિક કાર્યક્રમ કરવાની યોજના બનાવી શકો છો. તમારી આજે કેટલાંક નવા લોકો સાથે મુલાકાત થશે. સંતાન સાથે આજે વાદ-વિવાદ થઇ શકે છે. વિદેશ સાથે વ્યાપાર કરનારા લોકોને આજે કોઇ સારા સમાચાર મળશે.
સિંહ રાશિ : આજે તમારે આરોગ્યલક્ષી સમસ્યાઓને નજર અંદાજ ના કરવું જોઇએ. જૂની બિમારી ફરી આવી શકે છે. જીવન સાથીનો સહકાર મળશે. સંતાનની કારકિર્દીને લઇને જો કોઇ સમસ્યા હશે તો આજે તેનું સમાધાન આવશે. આજે ભાવનાઓ પર નિયંત્રણ રાખજો નહીં તો મૂશ્કેલીમાં પડી શકો છો. વિરોધીઓથી સાવધાન. આજે વિરોધીઓ તમારા બનતા કામમાં રોડા નાંખી શકે છે.
કન્યા રાશિ : આજનો દિવસ દાંપત્ય જીવમનમાં મિઠાશ લાવશે. ધન-ધાન્યમાં વૃદ્ધી થતાં મન પ્રસન્ન રહેશે. આજે કોઇ નવા કામની શરુઆત કરવા માટે સારો દિવસ છે. પોતાના લોકો સાથેના સંબધમાં મિઠાશ રાખજો. જો તમારાથી પહેલાં કોઇ ભૂલ થઇ ગઇ હોય તો આજે તેને સુધારી લેજો. માતા-પિતાના આશિર્વાદથી તમે આજે કોઇ નવું વાહન ખરીદી શકશો.
તુલા રાશિ : આજનો દિવસ તમારા માટે પ્રગતીકારક રહેશે. જો તમે પહેલાં કોઇની પાસેથી ઉછીના પૈસા લીધા હશે તો તમારે એ વહેલી તકે પાછા આપી દેવા જોઇએ. વિરોધીઓથી સાવધાન રહેજો. સંતાનો પાસેથી કોઇ નિરાશાજનક સમાચાર મળતા તમે આજે ચિંતિત રહેશો. કાર્યક્ષેત્રે કોઇના પર વધારે ભરોસો ના કરતાં નહીં તો મૂશ્કેલી આવી શકે છે.
વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારા માટે કલા અને કૌશલ્યમાં સુધારો કરનારો હશે. વ્યાપારીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. પરિવરાના કોઇ સભ્યની તબિયત અચાનક લથડતા ચિંતા વધશે. સંતાનને પ્રોત્સાહિત કરતા રહેશો તો જ એ પરિક્ષાની સારી તૈયારી કરી શકશે. તમારી કેટલીક યોજનાઓ આજે આગળ વધશે. વ્યક્તિગત રીતે આજનો દિવસ પ્રગતીકારક છે.
ધનુ રાશિ : આજનો દિવસ નવી જમીન-મકાન કે દૂકાનની ખરીદી માટે ઉત્તમ છે. પરિવારના વરિષ્ઠોની સલાહ-સૂચન અનુરુપ ચાલશો તો ફાયદાકારક રહેશે. વ્યવહારમાં સૌમ્યતા રાખજો. કૌંટુમ્બિક બાબતોમાં ભાવુક થઇને નિર્ણયો ના લેતા નહીં તો આગળ જતાં મૂશ્કેલી થઇ શકે છે. જો પરિવારના સભ્યોમાં કોઇ મનમૂટાવ હશે તો શાંતીથી વાતાવરણને સંભાળી લેજો.
મકર રાશિ : આજનો દિવસ તમારા માટે મહત્વનો રહેશે. આજે તમને વરિષ્ઠોનો સાથ-સહકાર મળી રહેશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થતાં મન પ્રસન્ન રહેશે. કારકીર્દીને લઇને જો તમે ચિંતિત છો તો આજે તેનો પણ હલ આવશે. વિદ્યાર્થી વર્ગને સારા સમાચાર મળી શકે છે. સરકારી કર્મચારીઓની બદલી થતાં સ્થળાંતર કરવું પડશે.
કુંભ રાશિ : આજનો દિવસ તમારા માટે સુખ અને સમૃદ્ધિ લાવશે. આજે કોઇ નવી યોજનામાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. પરિવારનું કોઇ કામ બાકી રાખ્યું છે તો એ આજે પૂરું કરશો. પરિવારના કોઇ સભ્યને નોકરીમાં બઢતી મળતા આજે વાતાવરણ પ્રસન્ન રહેશે. સાસરી પક્ષે આજે તમને માન-સન્માન મળશે. કોઇ અંગત કામોમાં સમસ્યા ચાલી રહી હશે તો તેનું પણ સમાધાન આવશે.
મીન રાશિ : આજે તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે. શત્રુઓ પર નજર રાખજો નહીં તો એ તમને હેરાન કરી શકે છે. સામાજીક ક્ષેત્રે કાર્યરત લોકોની લોકપ્રિયતા વધશે. કાર્યક્ષેત્રે ભાવનાઓ પર નિયંત્રણ રાખજો. રોકાણ માટે કોઇ સારો પ્રસ્તાવ આવી શકે છે. તમારી વાણીની સૌમ્યતા તમને માન-સન્માન અપાવશે. વ્યાપારીઓને જૂની યોજનાઓને કારણે લાભ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -