Homeદેશ વિદેશઆજની બર્થડે ગર્લના કિસિંગ સીને મચાવ્યો હતો હોબાળો

આજની બર્થડે ગર્લના કિસિંગ સીને મચાવ્યો હતો હોબાળો

મલયાલમ ફિલ્મ જગતમાં પોતાનો જાદુ ચલાવનાર અભિનેત્રી રોઝીની આજે 120મી જન્મજયંતિ છે. રોઝી મલયાલમ ફિલ્મ ઉદ્યોગની પ્રથમ મહિલા અભિનેત્રી હતી અને એની સાથે જ રોઝીને પ્રથમ દલિત અભિનેત્રી હોવાનો ખિતાબ પણ તેમના નામે જ છે. આજે એટલે કે 10 ફેબ્રુઆરીએ, ગૂગલે રોઝીના જન્મ દિવસે તેનું ગૂગલ ડૂડલ બનાવ્યું છે. આ ગૂગલ ડૂડલમાં ફૂલો અને ફિલ્મની રીલથી શણગારેલી રોઝીની તસવીર જોવા મળી રહી છે. આ ખાસ અવસર પર અમે તમને પીકે રોઝીના જીવન વિશે કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
પીકે રોઝીનો જન્મ 10 ફેબ્રુઆરી, 1903ના રોજ કેરળના તિરુવનંતપુરમમાં થયો હતો. અભિનેત્રીનું સાચું નામ રાજમ્મા હતું. નાનપણથી જ અભિનયનો શોખ હોવાથી તેણે મોટા થઈને અભિનેત્રી બનવાનું મન બનાવી લીધું હતું. તેમના સ્વપ્નને સાકાર કરવાના માર્ગ પર, પીકે રોઝીએ 1928માં મલયાલમ ફિલ્મ વિગથાકુમારન (ધ લોસ્ટ ચાઈલ્ડ)માં મુખ્ય ભૂમિકા ભજવીને તેમના અભિનય સાથે તમામ અવરોધો તોડી નાખ્યા. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ તે સિનેમા જગતમાં પ્રખ્યાત થઈ. જ્યારે પીકે રોઝી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવીને ઘણા લોકો માટે પ્રેરણા બની હતી, તો કેટલાકની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. ફિલ્મમાં એક સીન હતો જેમાં હીરો રોઝીના વાળમાં લગાવવામાં આવેલા એક ફૂલને ચુંબન કરે છે. એ સમયે આ દ્રશ્ય જોઈને લોકો ખૂબ ગુસ્સે થઈ ગયા. આ લોકોએ રોઝીનું ઘર પણ સળગાવી દીધું અને અભિનેત્રીને રાજ્ય છોડવા માટે પણ મજબૂર કરી દીધું.
તેમની અભિનય કારકિર્દીને અલવિદા કર્યાના વર્ષો પછી મલયાલમ સિનેમા અને સમાજમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવે છે. સર્ચ એન્જીન ગૂગલે તેમના સન્માનમાં લખ્યું, ‘આભાર, પીકે રોઝી, તમારી હિંમત અને તમે પાછળ છોડેલા વારસા માટે. પીકે રોઝીને તેમના આખા જીવનમાં તેમના યોગદાન માટે ક્યારેય પ્રશંસા મળી નથી પરંતુ તેમની વાર્તા લોકો માટે પણ મહિલાઓ માટે પણ ખૂબ જ પ્રેરણાદાયક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -