(ઉત્તરાયણ સૌર વસંતૠતુ),
સોમવાર, તા. ૬-૩-૨૦૨૩, વ્રતની પૂનમ, હોળી પર્વ
* ભારતીય દિનાંક ૧૫, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૧૪
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ સુદ-૧૪
* પારસી શહેનશાહી ૨૩મો દએપદીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૪મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* નક્ષત્ર મદ્યા મધ્યરાત્રે ક. ૨૪-૦૪ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
* ચંદ્ર સિંહમાં ) ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ,)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૩ સ્ટા. ટા.
* મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
* ભરતી: સવારે ક. ૧૧-૩૪, મધ્ય રાત્રે ક. ૦૦-૧૪
* ઓટ: સાંજે ક. ૧૭-૩૨, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૮ (તા. ૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન શુક્લ – ચતુર્દશી. વ્રતની પૂનમ, હુતાશની પૂર્ણિમા, હોલિકા દહન, માઘી માસમ (દક્ષિણ ભારત), શનિ પૂર્વમાં ઉદય થાય છે. ભદ્રા સાંજે ક. ૧૬-૧૭ થી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૫. (તા. ૭મી).
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: પિતૃપૂજા, મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, હોળી, વ્રતની પૂનમનો ઉપવાસ, વડનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ પાઠ વાંચન, તુલસીપૂજા, શ્રી ગણેશ, સૂર્યનારાયણ, કેતુ પૂજા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મુંડન કરાવવું નહિ. કુળદેવ-દેવતા તીર્થયાત્રા. આજ રોજ પ્રદોષયુક્ત પૂનમ તિથિ હોય હોળી પ્રગટાવવી. વિષ્ટિકરણ ગ્રાહ્ય નથી માટે વિષ્ટિકરણ સમયમાં પણ હોળી પ્રગટાવી શકાય છે. હોળી પ્રાગટ્ય સમય જે તે સ્થળના સૂર્યાસ્તથી રાત્રે ક. ૮-૧૭. બીજે દિવસે તા. ૭મીએ ધુળેટી, ધુલિવંદન પર્વ છે. વસંતોત્સવનો પ્રારંભ તા. ૮મીએ પ્રારંભાય છે. અભ્યંગ સ્નાન તથા આમ્રકુસુમપ્રાશન તા. ૮મીએ છતાંય ધુળેટી પર્વમાં પરંપરા અનુસાર આમ્રકુસુમપ્રાશન શક્ય જણાય છે. પશ્ર્ચિમના રાજ્યો રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશના ઉત્તર પશ્ર્ચિમના સ્થળો, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ, કેરળ ઈત્યાદિ સ્થાનોમાં હોલિકા દહન આજ રોજ થશે. તા. ૭મીએ ધુળેટી પર્વની ઉજવણી આ સ્થળોમાં થશે અને તા. ૭મીએ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઉત્તર પૂર્વ છત્તીસગઢ, આસામ, ઓરિસ્સા, બિહાર, ઝારખંડ તથા અન્ય પૂર્વના પ્રદેશોમાં હોલિકા દહન પર્વ ઉજવવામાં આવશે અને તે પછીના દિવસે તા. ૮મીએ ધુળેટી પર્વની ઉજવણી થશે. શનિના અભ્યાસ મુજબ રૂમાં તથા બીયામાં મંદી થાય.
* આચમન: ચંદ્ર-શનિ પ્રતિયુતિ મતલબી, ચંદ્ર-બુધ પ્રતિયુતિ ગપ્પા મારવાની આદત, ચંદ્ર-રાહુ ત્રિકોણ કાર્યક્ષેત્રે નિપુણ.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર મઘાના તારા સાથે યુતિ કરે છે. શનિનો પૂર્વમાં ઉદય થાય છે.
* ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-કુંભ, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.
———————
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ),
મંગળવાર, તા. ૭-૩-૨૦૨૩, ધુળેટી, ધૂલી વંદના
* ભારતીય દિનાંક ૧૬, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૧૫
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ સુદ-૧૫
* પારસી શહેનશાહી ૨૪મો દીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૫મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૧ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ) ચંદ્ર સિંહમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૮ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૪ સ્ટા. ટા.
* મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: બપોરે ક. ૧૨-૦૮, મધ્ય રાત્રે ક. ૦૦-૩૮
ઓટ: સાંજે ક. ૧૮-૦૧, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૩૬ (તા. ૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, “શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન શુક્લ – પૂર્ણિમા. ધુળેટી, ધૂલી વંદના, હોળાષ્ટક સમાપ્તિ સાંજે ક. ૧૮-૦૯, અભ્યંગસ્નાન, કરિદિન, અન્વાધાન, મન્વાદિ, શ્રી ચૈતન્ય જયંતી.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, કુળદેવી-દેવતાની યાત્રા, પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીમાતાનું પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ, ખાખરાનું વૃક્ષ વાવવું, બ્ર્ાહ્મમુહૂર્તમાં અભ્યંત સ્નાનનો મહિમા. આમ્રકુસુમ પ્રાશન
આચમન: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર પ્રકૃત્તિના, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ વ્યવહારમાં મુશ્કેલી પડે, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ (ફાલ્ગુન પૂર્ણિમા યોગ), ચંદ્ર-મંગળ ચતુષ્કોણ (તા. ૮).
* ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-કુંભ, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.