પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શુક્રવાર, તા. ૨૪-૨-૨૦૨૩
ભારતીય દિનાંક ૫, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૫
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી ૧૩મો તીર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૮મો આવાં,સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૪થો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
નક્ષત્ર અશ્ર્વિની મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૫ સુધી (તા. ૨૫મી) પછી ભરણી.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૯ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: બપોરે ક. ૧૫-૦૬, મધ્ય રાત્રિ પછી ક. ૦૩-૨૨ (તા. ૨૫)
ઓટ: સવારે ક. ૦૮-૪૦, રાત્રે ક. ૨૦-૪૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન શુક્લ – પંચમી.
શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૧૦-૨૪ પછી શુભ
મુહૂર્ત વિશેષ: લગ્ન, ખાત, પ્રતિષ્ઠા વાસ્તુ, શુદ્ધ સમયમાં પ્રયાણ, અશ્ર્વિનીકુમાર દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, નાગદેવતાનું પૂજન, નવા વસ્ત્રો, આભૂષણ, વિદ્યારંભ, નવા વાસણો, પશુ લે-વેંચ, પ્રથમ વાહન, નૌકા બાંધવી, યંત્રારંભ, દુકાન-વેપાર, માલ વેંચવો, બી વાવવું, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, બાળ મોવાળા, કાન વિંધાવા,
ગુરુના અભ્યાસ મુજબ રૂમાં મોટી ઘટવધ થાય. ચાંદીમાં પહેલા મંદી પછી તેજી આવે. ધાન્યમાં મંદી રહે. કેટલેક ઠેકાણે દુર્ભિક્ષની સંભાવના જણાય છે.
આચમન: ચંદ્ર-મંગળ અર્ધચતુષ્કોણ તબિયતની સાવધાની જરૂરી
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ અર્ધચતુષ્કોણ, ગુરુ રેવતી પ્રવેશ
ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.