પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), બુધવાર, તા. ૨૨-૨-૨૦૨૩, પંચક
* ભારતીય દિનાંક ૩, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૩
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ સુદ-૩
* પારસી શહેનશાહી ૧૧મો ખોરશેદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧લો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨જો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૯ સુધી (તા. ૨૩મી) પછી રેવતી.
* ચંદ્ર મીનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૮ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: બપોરે ક. ૧૩-૩૩, મધ્ય રાત્રિ પછી ક. ૦૧-૫૧ (તા. ૨૩)
* ઓટ: સવારે ક. ૦૭-૨૮, રાત્રે ક. ૧૯-૨૪
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન શુક્લ – તૃતીયા. મુસ્લિમ ૮મો શાબાન માસારંભ, પંચક.
* શુભાશુભ દિનશુદ્ધિ:શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: લગ્ન, ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા,. વિશેષ રૂપે બુધ-શનિ ગ્રહદેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, અર્હિબુઘન્ય દેવતાનું પૂજન, લીમડો વાવવો, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, રાજ્યાભિષેક, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, પ્રયાણ મધ્યમ, દસ્તાવેજ દુકાન, નોકરી, પ્રયાણ મધ્યમ, નવા વસ્રો, આભૂષણ, બાળકને પ્રથમ અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, ધ્રુવદર્શન, આભૂષણ નિર્માણ, મિત્રતા કરવી. નિત્ય થતા બી વાવવું, ખેતીવાડી, નવી તિજોરીની સ્થાપના, ઘર-ખેતર જમીન, મિલકત લેવડદેવડના કામકાજ, ગાય-બળદ, પશુ લેવડદેવડ.
* આચમન: ચંદ્ર-શુક્ર યુતિ લોકપ્રિય, ચંદ્ર-બુધ યુતિ પર્યટનનો શોખ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર યુતિ, ચંદ્ર-બુધ યુતિ (તા. ૨૩)
* ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.